નવી દિલ્હીઃ ડુંગળી માત્ર ખાવામાં જ અસરકારક નથી પરંતુ તેનો ઉપયોગ કરીને તમે તમારા વાળની ​​શ્રેષ્ઠ કાળજી લઈ શકો છો. ડુંગળીનો રસ વાળને સ્વસ્થ રાખવામાં ખૂબ જ અસરકારક છે. ડુંગળીના રસમાં વિટામિન, એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિ-માઇક્રોબાયલ ગુણ હોય છે. આનો ઉપયોગ કરીને તમે વાળ ખરતા અટકાવી શકો છો. આવો અમે તમને જણાવીએ કે વાળ ખરતા રોકવા માટે ડુંગળીના રસનો ઉપયોગ કેવી રીતે કરવો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુણોનો ખજાનો છે ડુંગળી
એન્ટી-બેક્ટીરિયલ ગુણથી ભરપૂર ડુંગળી સ્કેલ્પમાં થનાર દરેક પ્રકારના ઈન્ફેક્શનથી તમને છુટકારો અપાવશે. તેના એન્ટીબેક્ટીરિયલ અને એન્ટિફંગલ ગુણ ડેન્ડ્રફને ઘટાડે છે. સ્કેલ્પ પર ડુંગળીના રસની માલિશ કરી વાળ જલ્દી વધે છે અને ખરવાનું પણ ઓછુ થઈ જાય છે. ડુંગળીના રસમાં રહેલ સલ્ફર વાળને પાતળા થવા અને ખરવાથી બચાવવામાં ખુબ મદદ કરે છે. તે વાળના જીવમાં બીજીવાર જીવ નાખવાનું પણ કામ કરે છે. 


આ પણ વાંચોઃ Kidney ને વૃદ્ધ કરી દે છે આ વસ્તુઓ, આજે કરો ડાયટમાંથી બહાર


ડુંગળીના રસને કોટન બોલમાં લગાવી વાળના સ્કેલ્પમાં લગાવી લો. ત્યારબાદ હળવા હાથે મસાજ કરો. 15 મિનિટ લગાવી શેમ્પૂથી વાળ ધોઈ લો. ડુંગળીનો રસ સપ્તાહમાં ત્રણવાર લગાવો. આમ કરવાથી તમારી વાળ ખરવાની સમસ્યા બંધ થઈ જશે. 


આ રીતે બનાવો ડુંગળીનો રસ
ડુંગળીનો રસ સરળતાથી કાઢી શકાય છે. એક ડુંગળીને છોલી સાફ કરો અને એક બ્લેન્ડરમાં ડુંગળીને પીસી પેસ્ટ બનાવો. પછી પેસ્ટને એક સ્વચ્છ કપડામાં લઈ અને સારી રીતે નીચવી લો. 


આ પણ વાંચોઃ ગુજરાતનો આ બીચ અત્યંત સુંદર, પણ છતાં ખુબ રહસ્યમય, રાત થતા જ આવે છે વિચિત્ર અવાજો!


ડુંગળીનો રસ અને નાળિયેર
નાળિયેર તેલમાં એન્ટી-ફંગલ અને એન્ટી-બેક્ટીરિયલ ગુણ હોય છે, જે ડેન્ડ્રફ, ઈન્ફેક્શનથી બચાવવાની સાથે તેને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. એક બાઉલમાં 2 ચમચી ડુંગળીનો રસ અને 2 ચમચી નાળિયેરના તેલની સાથે 4-5 ટીપા ટ્રી ઓયલ નાખી સારી રીતે મિક્સ કરી લો. તેના વાળના સ્કેલ્પમાં સારી રીતે લગાવો, અડધા કલાક બાદ વાળ ધોઈ નાખો. 


(ડિસ્ક્લેમરઃ સામાન્ય માહિતી અને ઘરેલૂ નુસ્ખાના આધારે આ જાણકારી આપવામાં આવી છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube