Hair Growth: ખરતા વાળ, પાતળા વાળ અને વાળનો ગ્રોથ ન હોવો તે મોટાભાગના લોકોને ફરિયાદો હોય છે. આજના સમયમાં મોટાભાગના લોકો વાળ સંબંધિત કોઈને કોઈ સમસ્યાથી પીડિત છે. વાળ સંબંધિત આ સમસ્યાઓ બદલતી જીવનશૈલી, પ્રદૂષણ અને પોષણના અભાવના કારણે પણ થતી હોય છે. આ બધા જ કારણોને લીધે વાળ નબળા પડવા લાગે છે અને વધારે પ્રમાણમાં ખરવા કરવા લાગે છે. જોકે વાળ જ્યારે ખરવા લાગે અને માથામાં ટાલ દેખાવા લાગે તો લોકો ડુંગળીનો રસ લગાડવાની સલાહ આપે છે. તેવામાં મનમાં પ્રશ્ન જરૂરથી થાય કે શું ખરેખર ડુંગળીનો રસ વાળ માટે અસરકારક છે? જો તમને પણ આ પ્રશ્ન થતો હોય તો ચાલો તેનો સાચો જવાબ આજે તમને જણાવીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Lip Care: શિયાળામાં પણ હોઠને રુ જેવા સોફ્ટ રાખવા અજમાવો આ 5 માંથી કોઈ એક ઉપાય


ભોજનને સ્વાદિષ્ટ બનાવતી ડુંગળી સ્વાસ્થ્ય અને વાળની સંભાળ માટે પણ મહત્વની ભૂમિકા નિભાવે છે. વાળ માટે ડુંગળી ફાયદાકારક છે. ખાસ કરીને ડુંગળીનો રસ વાળના ગ્રોથ માટે ઉપયોગી જણાવવામાં આવ્યો છે. તેનું કારણ છે કે ડુંગળીના રસમાં પ્રોટીન, આયરન, વિટામિન સી, ઝીંક જેવા પોષક તત્વો હોય છે જે વાળને મજબૂત બનાવે છે અને સાથે જ સુંદરતા વધારે છે.


ડુંગળીના રસમાં એન્ટી બેકટેરિયલ અને એન્ટીફંગલ ગુણ પણ હોય છે જે વાળમાંથી ડેન્ડ્રફ અને સ્કેલ્પ ઈન્ફેકશન ઓછું કરવામાં પણ મદદ કરે છે. જો તમને વાળમાં ડેન્ડ્રફ હોય અને સ્કેપમાં વધારે પ્રમાણમાં ખંજવાળ આવતી હોય તો ડુંગળીનો રસ લગાડવાથી તમને રાહત મળી જશે. 


આ પણ વાંચો: Unhealthy Breakfast: સવારના નાસ્તામાં ન ખાવી આ વસ્તુઓ, આ ફૂડ આઈટમ્સ ખરાબ કરશે તબિયત


ડુંગળીના રસમાં એન્ટીઓક્સિડન્ટ ગુણ હોય છે જે વાળના મૂળને મજબૂત બનાવે છે જેના કારણે ડુંગળીનો રસ લગાડ્યા પછી થોડા દિવસોમાં વાળ ખરવાનું ઓછું થઈ જાય છે. હવે પ્રશ્ન હોય કે વાળમાં લગાડવા માટે ડુંગળીનો રસ કેવી રીતે તૈયાર કરવો? તો તે સમસ્યાનું સમાધાન પણ તમને જણાવી દઈએ.


વાળ માટે ડુંગળીનો રસ તૈયાર કરવો હોય તો ડુંગળીની છાલ ઉતારી તેના નાના ટુકડા કરી લેવા. ત્યાર પછી મિક્સરમાં તેની પેસ્ટ બનાવી લેવી. હવે આ પેસ્ટને કપડામાં કાઢી અને તેમાંથી રસ અલગ કરી લેવો. ડુંગળીના રસને માથામાં 30 મિનિટ સુધી લગાડી રાખો. ત્યાર પછી પાણીથી તેને સાફ કરો.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)