Hair Care: મોટાભાગના લોકો ડુંગળીનો ઉપયોગ કર્યા પછી તેની છાલને ફેંકી દેતા હોય છે. કારણ કે ખૂબ ઓછા લોકો જાણે છે કે ડુંગળીની છાલ પણ આપણા માટે ઉપયોગી છે. ખાસ કરીને વાળને કાળા કરવા માટે ડુંગળીના ફોતરા ખૂબ કામ લાગે છે. તેમાં વિટામિન ઈ, સી અને એ હોય છે. જેના કારણે તે સફેદ થતા વાળને અટકાવે છે અને ફરીથી કાળા કરે છે. ડુંગળીના ફોતરાનો ઉપયોગ કરીને વાળને ચમકદાર અને મજબૂત પણ બનાવી શકાય છે. ખાસ કરીને જે લોકોને નાની ઉંમરમાં વાળ સફેદ થવા લાગ્યા હોય તેમણે ડુંગળીના ફોતરા નો આ હેર માસ્ક અપ્લાય કરવો જોઈએ. તેનાથી વાળ સફેદ થતાં અટકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેવી રીતે બનાવવું ડુંગળીના ફોતરાનું હેર માસ્ક


આ પણ વાંચો:


આનાથી સસ્તી ડીલ નહીં મળે... માત્ર 30,000 માં ફરી આવો વિદેશ, ફટાફટ જાણો વિગતો


Lifestyle: આ ટીપ્સ ફોલો કરશો તો પેકેટ ખોલ્યા પછી પણ નહીં લાગે બિસ્કીટમાં ભેજ


Burnt Tongue: ગરમ વસ્તુના કારણે જીભ બળી જાય તો આ કરજો આ કામ, તુરંત મળશે આરામ


એક કઢાઈને ગેસ પર મૂકી ગરમ કરો. ત્યાર પછી તેમાં ડુંગળીના ફોતરા ઉમેરી તેને સતત હલાવતા રહો. જ્યારે તે ભૂરા રંગના થઈ જાય તો ગેસ બંધ કરી તેને ઠંડા થવા દો. ત્યાર પછી મિક્સરમાં આ ફોતરાની પેસ્ટ બનાવી લો. હવે તેને એક બાઉલમાં કાઢી ડુંગળીનું તેલ અને કાળા બી ઉમેરી બરાબર મિક્સ કરો. તૈયાર કરેલી પેસ્ટને સફેદ વાળ પર લગાડો. તેનો ઉપયોગ કરવાથી થોડા દિવસોમાં તમે અનુભવશો કે તમારા વાળ કાળા થવા લાગ્યા છે. 


ડુંગળીની છાલમાં સલ્ફરના ગુણ હોય છે જે સ્કેલ્પને હેલ્ધી રાખવામાં મદદ કરે છે આ સિવાય બ્લડ સર્ક્યુલેશન પણ યોગ્ય રીતે થાય છે. આ પ્રયોગ કરવાની સાથે જ અઠવાડિયામાં ત્રણ વખત માથામાં તેલ લગાડી મસાજ પણ કરવી. તેનાથી પરિણામ ઝડપથી મળે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)