Oversleeping: જો તમે 8 કલાકથી વધુ ઉંઘ લો છો, તો જાણો તેના ગેરફાયદાઓ
સારા સ્વાસ્થ્ય માટે પૂરતી ઊંઘ લેવી ખુબ જ જરૂરી માનવામાં આવે છે. રાત્રે 7 થી 8 કલાકની ઊંઘ લેવાથી સ્વાસ્થ્ય પર સારી અસર પડે છે અને તમે દિવસભર તાજગી અનુભવો છો. પરંતુ ઘણા લોકો 7 કે 8 કલાકથી વધુ ઊંઘ લે છે
Oversleeping Side Effects: સારા સ્વાસ્થ્ય માટે પૂરતી ઊંઘ લેવી ખુબ જ જરૂરી માનવામાં આવે છે. રાત્રે 7 થી 8 કલાકની ઊંઘ લેવાથી સ્વાસ્થ્ય પર સારી અસર પડે છે અને તમે દિવસભર તાજગી અનુભવો છો. પરંતુ ઘણા લોકો 7 કે 8 કલાકથી વધુ ઊંઘ લે છે, જે તદ્દન હાનિકારક સાબિત થઈ શકે છે. લાંબા સમય સૂવાથી (મોડા સુધી ઉંઘવાના નુકસાન) તમારા શરીરને ઘણા નુકસાન પહોંચાડી શકે છે. જો તમે નિયમિત રીતે 8 કલાકથી વધુ ઊંઘ લો છો તો તમને ઘણાં નુકસાન થઈ શકે છે. ચાલો જાણીએ આ ગેરફાયદાઓ વિશે
હાર્ટ પ્રોબ્લેમ: એક શોધમાં આ વાતનો ખુલાસો થયો છે કે 8 કલાકથી વધુ ઉંઘવાથી લોકોને કોરોનરી હાર્ટ ડિસીઝનો ખતરો બે ગણો વધી જાય છે.
દૂધમાં ગોળ મિક્સ કરીને પીવાના શું છે ફાયદા?
માથાનો દુખાવો: મોડા સુધી ઉંધવાથી મગજ પર ઉંધી અસર પડે છે. તેનાથી આપને માથાના દુખાવાની તકલીફ થઈ શકે છે.
ડિપ્રેશન: મોડા સુધી ઉંધવાથી આપને ડિપ્રેશનની તકલીફ પણ થઈ શકે છે. આ સિવાય આપને તણાવનો સામનો પણ કરવો પડી શકે છે.
શું તમે શિયાળામાં તમારી સ્કિનને સોફ્ટ રાખવા ઇચ્છો છો, તો ઉપયોગ કરો ઓલિવ ઓઇલ
મોટાપા: જ્યારે આપ સુતા હોવ છો ત્યારે આપની શારીરિક ગતિવિધિ ઓછી થઈ જાય છે. જે કારણે આપના શરીરમાં કેલિરીઝ વધી જાય છે. જે કારણે આપનુ વજન પણ વધી શકે છે. આ સિવાય આપને હાઈ બ્લડ પ્રેશર અને સુગરની સમસ્યા વધી શકે છે.
ડાયબિટીસ: એક શોધ પ્રમાણે આ વાત સાબિત થઈ છે કે જે લોકો રોજ 8 કલાકથી વધુ ઉંઘ લે છે તેઓને ડાયબિટીસ થવાની બે ગણી સંભાવના છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube