How To Make Papaya Halwa: પપૈયાનો હલવો ખાવાથી પેટની સમસ્યાથી મળશે છુટકારો
Papaya Pudding: પપૈયાનો હલવો સ્વાદમાં સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે પોષણથી પણ ભરપૂર છે. જો તમે મીઠાઈ ખાવાના શોખીન છો, તો આ એક શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે.
Energy Booster: પપૈયું તમારા પેટને સ્વસ્થ રાખે છે. પપૈયાનું સેવન કરવાથી કબજિયાત જેવી સમસ્યાથી છુટકારો મળે છે.. એટલા માટે લોકો સામાન્ય રીતે પપૈયાને સલાડ તરીકે ખાય છે. પરંતુ શું તમે ક્યારેય પપૈયાનો હલવો બનાવીને ખાધો છે? જો નહીં, તો આજે અમે તમારા માટે પપૈયાનો હલવો બનાવવાની રેસિપી લઈને આવ્યા છીએ. પપૈયાનો હલવો સ્વાદમાં સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે પોષણથી પણ ભરપૂર છે. જો તમે મીઠાઈ ખાવાના શોખીન છો, તો આ એક શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે.
પપૈયાનો હલવો બનાવવા માટે જરૂરી સામગ્રી
1 પપૈયું (પાકેલું)
અડધો લિટર દૂધ
1/2 ચમચી એલચી પાવડર
1 ચમચી ડ્રાય ફ્રુટ્સ સમારેલા
2 ચમચી દેશી ઘી
1/2 કપ ખાંડ
પપૈયાનો હલવો કેવી રીતે બનાવશો?
-પપૈયાનો હલવો બનાવવા માટે સૌથી પહેલા પાકેલું પપૈયું લો.
- પપૈયાને છોલીને તેના મોટા ટુકડા કરી લો.
-એક કડાઈમાં દેશી ઘી મૂકો અને તેને મધ્યમ આંચ પર ઓગાળી લો.
-તેમાં પપૈયાના ઝીણા સમારેલા ટુકડા નાંખો અને લગભગ બેથી ત્રણ મિનિટ સુધી હલાવતા રહીને શેકી લો.
-ધ્યાન રાખો કે આ દરમિયાન પપૈયાના ટુકડાને સારી રીતે મિક્સ કરી લેવા જોઈએ.
-આ પછી, તેમાં દૂધ ઉમેરો અને તે ઘટ્ટ થાય ત્યાં સુધી તેને હલાવતા રહો.
-પછી તેમાં એલચી પાવડર ઉમેરીને લગભગ 1 મિનિટ સુધી પકાવો.
-આ પછી તેમાં ડ્રાય ફ્રૂટ્સ નાંખો અને ડ્રાયફ્રુટ શેકીને ગેસ બંધ કરી દો.