Viral Video: પ્રકૃતિના અનેક રૂપ હોય છે. જે આપણને અનેકવાર જોવા મળે છે. પ્રકૃતિનું સૌમ્ય અને મનમોહક રૂપ લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. જ્યારે પ્રકૃતિ અનેકવાર પોતાનું રૌદ્ર સ્વરૂપ પણ બતાવે છે. હાલમાં તુર્કીમાં કુદરતનો કાળો કહેર જોવા મળ્યો. તુર્કીમાં આવેલા ભૂકંપથી અત્યાર સુધી 43,000થી વધારે લોકોના મોત થયા છે. પ્રકૃતિનો આવો કહેર અનેક વખત લોકોને જોવા મળે છે. તમે વરસાદમાં અનેક વખત વિજળી પડતી જોઈ હશે. ઘણીવાર આકાશમાંથી વીજળી પડતાં અનેક લોકોના મોત થાય છે. આવો જ એક વીડિયો ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો :


માતા-પુત્રનીને જોઈને તમારું લોહી ઉકળી જશે, અશ્લીલ વીડિયોના કારણે ઉઠી ધરપકડની માંગ


લાલ અને બ્લુ રંગના શા માટે હોય છે ટ્રેનના ડબ્બા? બંને ડબ્બા વચ્ચે હોય છે મોટો તફાવત


વરસાદથી બચવા ઝાડ નીચે ઉભા હતા લોકો


સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે વરસાદ પડી રહ્યો છે. અને રસ્તો બિલકુલ સૂમસામ છે. વરસાદથી બચવા માટે કોઈ જગ્યા ન મળતાં લોકો વૃક્ષની નીચે ઉભા રહે છે.  આ વીડિયોમાં જોઈ શકાય છે કે વરસાદથી બચવા માટે 3-4 લોકો વૃક્ષ નીચે ઉભા છે. જોકે તે લોકોને બિલકુલ અંદાજ પણ ન હતો કે આગામી ક્ષણે તેમની સાથે શું થવાનું છે. 


આકાશમાંથી મોત વરસ્યું



સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાંક લોકો વરસાદથી બચવા માટે વૃક્ષની નીચે ઉભા છે. ત્યારે આકાશમાંથી વિજળી પડે છે. વિજળી પડ્યા પછી નીચે ઉભેલા લોકો બેભાન થઈને જમીન પર પડી જાય છે. પ્રકૃતિના કહેરનો આ વીડિયો પાર્કની સામે રહેલા એકમ કાનની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. 


લોકોએ રિએક્શન આપ્યા


સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોને ટ્વિટર પર Nature Is Scary નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધી 1 મિલિયનથી વધારે વ્યૂઝ મળી ચૂક્યા છે. બહુ લોકોએ આ વીડિયો પર કોમેન્ટ્સ પણ કરી છે. અનેક યૂઝર્સે કહ્યું કે વરસાદ અને તોફાનમાં ક્યારેય વૃક્ષ નીચે ઉભા ન રહેવું જોઈએ. જ્યારે એક યૂઝરે કહ્યું રે બાળપણમાં તેમના મિત્રની સાથે પણ આવી જ ઘટના બની હતી.