Skin Care Tips: દરેક ઘરના રસોડામાં બટેટા તો હોય જ છે. બટેટા એવું શાક છે જેના વડે અલગ અલગ પ્રકારની અનેક વાનગીઓ બને છે. ભોજનને સ્વાદિષ્ટ બનાવતા બટેટા સ્કીન માટે પણ લાભદાયક હોય છે. બટેટામાં એવા એન્જાયમ અને વિટામીન હોય છે જે ત્વચાને તુરંત ચમકદાર અને ગ્લોઇંગ બનાવી શકે છે. પરંતુ મોટાભાગના લોકોને આ ફાયદો મળતો નથી કારણ કે બટેટાનો ઉપયોગ ત્વચા પર કેવી રીતે કરવો તેની સાચી રીત તેમને ખબર નથી હોતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Rice Flour: ચોખાના લોટમાં આ વસ્તુ મિક્સ કરી લગાવો ચહેરા પર, એક રાતમાં ચમકી જશે ચહેરો


ઉનાળામાં ત્વચા તડકાના કારણે ડેમેજ ઝડપથી થઈ જાય છે. આવી ત્વચા પર જો તમે બટેટાનો રસ લગાડો તો રંગત ખીલી જાય છે અને ડાઘ પણ દૂર થઈ જાય છે. બટેટામાં કુદરતી રીતે બ્લીચિંગના ગુણ હોય છે જે ચહેરા પર જામેલી ગંદકી પણ દૂર કરે છે અને ચહેરાનો રંગ સાફ કરે છે. બટેટાથી તમારી ત્વચા પણ સુંદર બની શકે છે. આ કામ કેવી રીતે કરવું ચાલો તમને જણાવીએ. 


આ પણ વાંચો: તમારા ઘરે આવતું ઘી શુદ્ધ છે કે મિલાવટી ? આ સરળ રીતથી જાણો ઘીમાં ભેળસેળ થઈ છે કે નહીં


બટેટાનો ફેસપેક 


જો તડકાના કારણે ત્વચા કાળી પડી ગઈ છે તો બટેટાની મદદથી તમે આ ડાઘને દૂર કરી શકો છો. તેના માટે એક બટેટાની છાલ કાઢીને તેને ખમણી લેવું. બટેટાના ખમણમાં લીંબુનો રસ દૂધ અને ચણાનો લોટ મિક્સ કરો. હવે આ મિશ્રણને ચહેરા પર લગાડો અને 20 મિનિટ સુધી સુકાવા દો. ત્યાર પછી ચહેરાને પાણીથી સાફ કરી લો. 


બટેટાનો સ્ક્રબ 


જો ચેહરા પર ડેડ સ્કીન વધી ગઈ હોય તો તેને દૂર કરવા માટે બટેટાનું ફેસ સ્ક્રબ પણ બનાવી શકાય છે. તેના માટે બટેટાને ખમણી તેમાં થોડું દૂધ અને એક ચમચી ઓટ્સ ઉમેરો. હવે આ મિશ્રણને ચહેરા પર અને ગરદન પર લગાડી હળવા હાથે પાંચ મિનિટ મસાજ કરો. ત્યાર પછી ચહેરાને સાફ કરી લો. 


આ પણ વાંચો: પેટ, કમર, સાથળ અને હાથ પર જામેલી ચરબી ઉતારવી હોય તો ઘરે રોજ સવારે કરો આ 5 એક્સરસાઈઝ


બટેટાનો રસ 


ઘણા લોકોની ચેહરાની ત્વચા તો એકદમ સાફ હોય છે પરંતુ આંખ નીચે ડાર્ક સર્કલ હોય છે. ડાર્ક સર્કલને દૂર કરવા હોય તો બટેટાના રસનો ઉપયોગ કરી શકાય છે. આ સિવાય બટેટાની સ્લાઈસ કરી રોજ રાત્રે આંખ ઉપર પાંચ થી દસ મિનિટ રાખવાથી પણ ધીરે ધીરે ડાર્ક સર્કલ દૂર થવા લાગે છે. 


આ પણ વાંચો: બ્રેડ ખરીદો ત્યારે એક્સપાયરી ડેટની સાથે પેકેટ પર લખેલી આ વસ્તુઓ ચેક કરો છો કે નહીં ?


બટેટુ અને લીંબુનો રસ 


જો ત્વચા પર ડાર્કનેસ વધી ગઈ હોય તો બટેટાનો રસ કાઢી તેમાં થોડો લીંબુનો રસ મિક્સ કરી ચહેરા પર લગાડો. 15 મિનિટ સુધી ચહેરાને સુકાવા દો. ત્યાર પછી ઠંડા પાણીથી ચહેરો સાફ કરી લો.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)