Potato Juice: શાકભાજીમાં સૌથી વધુ ઉપયોગમાં આવતા બટેટા સ્કિન માટે પણ ફાયદાકારક હોય છે. બટેટામાં વિટામિન સી, બી કોમ્પ્લેક્સ અને મિનરલ્સ હોય છે. જે ત્વચાને પોષણ આપે છે અને ત્વચાની ઘણી બધી સમસ્યાઓથી રાહત અપાવે છે. આજે તમને જણાવીએ બટેટાના રસનો એવો ઉપયોગ જેને અપનાવશો તો તમને ત્વચા પર 5 અદભુત ફાયદા જોવા મળશે. આ ફાયદા મેળવવા માટે બટેટાનો રસ કાઢીને રાત્રે ચહેરા પર લગાડવાનો રહેશે. રોજ રાત્રે બટેટાનો રસ ચહેરા પર લગાડીને સુવાથી તમને નીચે દર્શાવ્યા અનુસારના પાંચ ફાયદા થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બટેટાનો રસ ચહેરા પર લગાડવાથી થતા ફાયદા 


આ પણ વાંચો: 1 અઠવાડિયામાં સફેદ વાળ મૂળમાંથી કાળા થવા લાગશે, ટ્રાય કરો હળદરનું આ હેર માસ્ક


1. બટેટામાં બ્લીચિંગ ગુણ હોય છે જે ડાઘ ધબ્બાને ઘટાડવામાં મદદ કરે છે. બટેટાનો રસ આખી રાત ચહેરા પર લગાડવાથી ચહેરા પરના ડાઘ ધીરે ધીરે ઓછા થવા લાગે છે. 


2. આંખની નીચે જો ડાર્ક સર્કલ થઈ ગયા હોય તો બટેટાનો રસ તમારા માટે રામબાણ ઇલાજ સાબિત થશે. બટેટાના રસમાં એન્ટી ઓક્સિડન્ટ હોય છે જે ડાર્ક સર્કલને ઘટાડવામાં મદદ કરે છે. 


આ પણ વાંચો: Cleaning Tips: દેવી-દેવતાઓની મૂર્તિ 5 મિનિટમાં ચમકી જશે ઘરે બનાવેલા આ લીક્વીડથી


3. બટેટાના રસમાં કેટૈચીન નામનું તત્વ હોય છે જે ત્વચાને ગોરી બનાવી રાખવામાં મદદ કરે છે. રાત્રે બટેટાનો રસ ચહેરા પર લગાડવાથી ધીરે ધીરે ત્વચાની રંગત ખીલવા લાગશે. 


4. બટેટામાં પાણીની માત્રા પણ વધારે હોય છે તે ત્વચાને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. રાત્રે બટેટાનો રસ ચહેરા પર લગાડી સવારે ચહેરો સાફ કરશો તો અનુભવશો કે ત્વચા ચમકદાર અને મુલાયમ દેખાવા લાગી છે. 


આ પણ વાંચો: Honey Purity Test: મધ અસલી છે નકલી 5 મિનિટમાં જ જાણવું હોય તો ટ્રાય કરો આ સરળ ટ્રીક


5. બટેટામાં નેચરલ સ્ટાર્ચ હોય છે જે સ્કીનને ટાઈટ કરવાનું કામ કરે છે. જો વધતી ઉંમરે રોજ બટેટાનો રસ ચહેરા પર લગાડશો તો ત્વચા લાંબા સમય સુધી યુવાન દેખાશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)