How To Use Potato Peel For Hair: બટાટા એક એવું શાક છે જે સૌથી વધુ ખવાતું હોય છે. કેટલાક લોકોની થાળીમાં રોજ બટાકાનું શાક જોવા મળે છે. જો કે બટેટા જેટલા સ્વાદિષ્ટ લાગે છે તેટલા જ કામના પણ હોય છે. માત્ર બટેટા જ નહીં તેની છાલ પણ પોષક તત્વોથી ભરપૂર હોય છે. જે ત્વચા અને વાળ માટે ઉપયોગી હોય છે. પરંતુ શું તમે જાણો છો કે બટેટાની છાલથી હેર માસ્ક તૈયાર કરી શકાય છે ? તો ચાલો તમને જણાવીએ કે બટેટાની છાલનું હેર માસ્ક કેવી રીતે બનાવવું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


રાત્રે સુતા પહેલા પગ ધોવા છે જરૂરી, જાણો તેનાથી થતા સ્વાસ્થ્ય લાભ વિશે


મોંઘા મોંઘા ફેસવોશ ખરીદવાની નહીં પડે જરૂર, એવું રીઝલ્ટ આપશે આ Home Made ફેસવોશ


સ્કીનને કરવી હોય ટાઈટ તો રોજ રાત્રે લગાડો આ વસ્તુ, એક જ અઠવાડિયામાં કરચલીઓ થશે દુર


હેર માસ્ક બનાવવાની સામગ્રી


બટાકાની છાલ 1 કપ
મધ 2 ચમચી 
એલોવેરા જેલ 1 ચમચી  


માસ્ક બનાવવાની રીત


માસ્ક બનાવવા માટે સૌપ્રથમ બટાકાની છાલ ઉતારી તેને ઠંડા પાણીમાં પલાળો. ત્યારબાદ તેને બરાબર રીતે સાફ કરી પાણીમાં ઉકાળો. 10 મિનિટ ઉકાળી છાલને અલગ કરી પેસ્ટ બનાવી લો. આ પેસ્ટ ઠંડી થાય એટલે તેમાં મધ, એલોવેરા જેલ ઉમેરો અને મિક્સ કરો. તૈયાર થયેલા હેર માસ્કને બ્રશની મદદથી માથામાં લગાવો. તેનો ઉપયોગ અઠવાડિયામાં 2 વખત કરવાથી ખરતાં વાળની સમસ્યા દુર થાય છે.