Viral News: કેમ સોનાથી પણ મોંઘુ છે આ ફળ! ખાતા પહેલાં 100 વખત વિચારવું પડે!
Viral News: હવે અમે તમને એક એવા ફળ વિશે જણાવવા જઈ રહ્યા છે જેની કિંમત લાખોમાં છે. તમે આ ફળ ખરીદતા પહેલા એક વખત જરૂર વિચાર કરશો કે આના કરતાં સોનામાં ઈન્વેસ્ટ કરી દઈએ.
નવી દિલ્હીઃ હવે અમે તમને એક એવા ફળ વિશે જણાવવા જઈ રહ્યા છે જેની કિંમત લાખોમાં છે. તમે આ ફળ ખરીદતા પહેલા એક વખત જરૂર વિચાર કરશો કે આના કરતાં સોનામાં ઈન્વેસ્ટ કરી દઈએ. તમે તમારા જીવનમાં સૌથી મોંઘુ ફળ ક્યારે કીધું હતું? તેની કિંમત શું હતી? આ વિચાર્યા પછી તમારે આ ખબર જરૂરથી વાંચવી જોઈએ. ભારતમાં તમે ઘણા બધા પ્રકારના ફળ અને શાકભાજી જોયા હશે અને ખાધા પણ હશે. ડુંગળી અને ટામેટાના ભાવ વધી જાય તે પણ લોકો હાહાકાર મચાવી દે છે પરંતુ શું તમે વિચાર્યું છે કે, દુનિયામાં કેટલા મોંઘા ફળ વેચાતા હશે? દ્રાક્ષ,સફરજન, સંતરા આબધુ તો આપણે ખાધું ચે પરંતુ તમે એવું ફળ ખાધુ છે જેની કિંમત લાખો રૂપિયા હોય.
સોનાની કિંમત કરતા પણ વધુ કિંમતનું છે આ ફળ-
દુનિયામાં ઘણી ચોંકાવનારી ઘટનાઓ બનતી રહે છે, જેના વિશે જાણીને તમે પણ ચોંકી જશો. કેટલાક લોકોમાં ફેન્સી ફ્રુટ ખાવાનો ક્રેઝ પણ જોવા મળે છે, જેની કિંમત 100, 200, 500, 1000 રૂપિયા કે તેથી વધુ હોય છે. હવે અમે તમને એક એવા ફળ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની કિંમત લાખોમાં છે. આ ફળ ખાતા પહેલા, તમે ચોક્કસપણે વિચારશો કે આપણે તેના બદલે સોનામાં રોકાણ કરી શકીએ છીએ. હા, લોકોએ આ મોંઘા ફળ ખરીદવા માટે હરાજીમાં ભાગ લીધો હતો.
આ ફળ જાપાનમાં આ નામથી ઓળખાય છે-
આ ફળને યુબરી તરબૂચ કહેવામાં આવે છે, જે તરબૂચ છે. તે વિશ્વનું સૌથી મોંઘુ ફળ કહેવાય છે. આ ફળ ફક્ત જાપાનમાં ઉગાડવામાં આવે છે અને ફક્ત શ્રીમંત લોકો જ તેને ખરીદી અને ખાઈ શકે છે. આમાંના બે યુબરી કસ્તુરી તરબૂચની 2019માં વિક્રમી કિંમત હતી, જ્યારે તેમની $45,000 (અંદાજે રૂ. 33,00,000)માં હરાજી કરવામાં આવી હતી. યુબરી તરબૂચ જેવો દેખાય છે, જેનો સ્વાદ ખૂબ જ મીઠો હોય છે અને અંદરથી નારંગી રંગનો દેખાય છે.