દેશમાં એડવેન્ચર ટુરિઝમ, કલ્ચર ટુરિઝમ, ઈકો ટુરિઝમ, મેડિકલ ટુરિઝમ, વાઈલ્ડ લાઈફ ટુરિઝમ, વગેરે જેવા પર્યટનના અનેક પ્રકારો તમને જોવા મળશે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત એક એવા ટુરિઝમ માટે ચર્ચામાં છે જેના પર ખુલીને વાત થતી નથી. આ છે પ્રેગ્નેન્સી ટુરિઝમ. ભારતમાં એક ગામ એવું પણ છે જ્યાં વિદેશથી મહિલાઓ ગર્ભવતી થવા માટે આવે છે.  તમને આ વાત સાંભળવામાં  ભલે વિચિત્ર લાગતી હોય પરંતુ આ સાચી છે. મીડિયા રિપોર્ટ મુજબ કારગિલથી 70 કિમી દૂર આવેલી આર્યન વેલી વિલેજ વિશે જાણવા જેવું છે. અહીં યુરોપથી મહિલાઓ ફરવા માટે નહીં પરંતુ અહીંના પુરુષો દ્વારા પોતાને ગર્ભવતી કરાવવા માટે આવે છે. હવે તમારા મનમાં સવાલ જરૂર ઊભો થયો હશે કે આ ગામમાં આખરે એવું તે શું છે કે જે યુરોપની મહિલાઓ અહીં ખેંચાઈ આવે છે. તેનો જવાબ છે બ્રોકપા જનજાતિના લોકો...જેમના વિશે એવું કહેવાય છે કે આ લોકો એલેક્ઝાન્ડર ધ ગ્રેટની સેનાના વંશજ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બિઝનેસની જેમ ચાલે છે બધુ 
હકીકતમાં એલેક્ઝાન્ડર ધ ગ્રેટ જ્યારે હાર્યા બાદ ભારતથી જઈ રહ્યો હતો ત્યારે તેની સેનાના કેટલાક છેડા ભારતમાં જ રહી ગયા. ત્યારબાદથી લઈને આજ સુધી તેમના વંશજ આ ગામમાં રહે છે એવું કહેવાય છે. હવે યુરોપની મહિલાઓ એલેક્ઝાન્ડર ધ  ગ્રેટના સૈનિકોની જેમ જ બાળકની ઈચ્છા માટે આ ગામમાં આવે છે. જ્યાં તેઓ અહીં રહેતા પુરુષોની સાથે એ આશામાં સંબંધ બનાવે છે જેથી કરીને તેમના બાળકો પણ સૈનિકોની જેમ જ લાંબી કદકાઠી, ભૂરી આંખો અને મજબૂત બાંધાના હોય. 


તેના બદલામાં આ યુરોપિયન મહિલાઓ અહીંના પુરુષોને પૈસા આપે છે અને કામ પૂરું થયા બાદ તેઓ પાછી પોતાના દેશ જતી રહે છે. આ તમામ ચીજો એટલા સમયથી અહીં ચાલી રહી છે કે આજના સમયમાં તે અહીંના લોકો માટે બિઝનેસ જેવું બની ગયું છે. વિદેશી મહિલાઓ સૈનિકોની જેમ જ બાળકોની ઈચ્છામાં અહીં આવે છે. 


મીડિયા રિપોર્ટ મુજબ કુદરતે ખુબ જ સુંદરતા આપી છે અને ત્યાં બે હજારથી વધુ શુદ્ધ આર્યન આજે પણ જીવિત હોવાનું કહેવાય છે. અહીં રહેનારા લોકોની સંસ્કૃતિ આપણા કરતા બિલકુલ અલગ છે. આ લોકોના કપડાં એકદમ કલરફૂલ હોય છે. આ ઉપરાંત તેઓ બ્રેક્સકાડ ભાષા બોલે છે. તે લોકોને હિન્દી પણ આવડે છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube