Glowing Skin: ઘી દરેક ઘરમાં વપરાતી વસ્તુ છે. ઘીમાંથી ઘણા પોષકતત્વો મળે છે. ઘી ફક્ત આપણા સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ ત્વચાના નિખાર માટે પણ ઉપયોગમાં આવી શકે છે. ઘી તો તમે પણ આજ સુધી ઘણીવાર બનાવ્યું હશે પરંતુ આજે તમને જણાવીએ ત્વચા માટે ઉપયોગમાં લેવાનું ઘી ઘરે કેવી રીતે બનાવવું. આ રીતે ઘી બનાવી તેનો ત્વચા પર ઉપયોગ કરશો તો તેનાથી ત્વચામાં રાતોરાત નિખાર જોવા મળશે. આ ઘીનો ઉપયોગ ચહેરા પર કરવાથી ત્વચાની અશુદ્ધિઓને દુર કરવામાં મદદ મળે છે. જો તમે આ રીતે ઘીનો ઉપયોગ ચહેરા પર કરશો તો ત્વચા કોમળ અને ચમકદાર બનશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્વચા માટે ઘી બનાવવાની જરૂરી સામગ્રી


આ પણ વાંચો:


Dry Hair:વાળ ઝાડૂ જેવા રુક્ષ થઈ ગયા છે? તો વાળમાં લગાડો આ 2 વસ્તુ, સિલ્કી થઈ જશે વાળ


Hair Care: 30 પહેલા વાળ થવા લાગ્યા હોય સફેદ તો જાણો વાળને કાળા કરવાનો કુદરતી ઉપાય


આ રીતે ફ્રિજમાં રાખેલી રોટલીની કણક કાળી પણ નહીં પડે અને પોચા રૂ જેવા ફુલકા બનશે
 
એક ચપટી કેસર
એક ચમચી ઘી


ત્વચા માટે ઉપયોગી ઘી બનાવવા માટે સૌથી પહેલા એક તપેલીમાં એક ચમચી ઘી ઉમેરી ધીમા તાપે ગરમ કરો. હવે તેમાં કેસર ઉમેરો. ત્યારબાદ ગેસ બંધ કરી તેને ઠંડુ થવા દો. હવે આ ઘીનો ઉપયોગ ત્વચા પર કરવો. 


ઘીને ત્વચા પર લગાવતા પહેલા ચહેરાને સારી રીતે ધોઈ લો. ત્યારબાદ ઘીના 4 થી 8 ટીપા લઈ અને ચહેરા પર સારી રીતે લગાવો. ત્યારબાદ 5-10 મિનિટ સુધી ચહેરા પર હળવા હાથે મસાજ કરો. દરરોજ રાત્રે આ ક્રીમનો ઉપયોગ કરવાથી ત્વચા ચમકદાર દેખાશે.



(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)