De Tan Mask: ચહેરા પરથી ટૈનિંગ દુર કરવા પ્રિયંકા ચોપડા લગાડે છે આ ડિ ટેન માસ્ક, ઘરે બનાવી શકો છો તમે પણ
Priyanka Chopra De Tan Mask: પ્રિયંકા ચોપડા ઘરે જ એક ખાસ માસ્ક બનાવે છે. આ માસ્ક તડકાના કારણે કાળી પડેલી ત્વચાને રિપેર કરે છે અને ત્વચાનો રંગ નિખારે છે. આ માસ્કથી કોઈ આડઅસર પણ થતી નથી.
Priyanka Chopra De Tan Mask: બોલીવુડથી લઈ હોલીવુડ સુધી પોતાનું નામ બનાવનાર અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ તાજેતરમાં જ પોતાના સ્કીન કેર રુટીનનું એક સીક્રેટ જણાવ્યું હતું. પ્રિયંકા ચોપડા પોતાના રુટીનમાં એવી વસ્તુનો ઉપયોગ કરે છે જેને તમે પણ ઘરે સરળતાથી યુઝ કરી શકો છો.
આ પણ વાંચો: White Teeth: ઘરમાં રહેલી આ 5 વસ્તુઓથી દાંત થઈ જાશે મોતી જેવા સફેદ, એકવાર કરો ટ્રાય
પ્રિયંકા ચોપડા ઘરે જ એક ખાસ માસ્ક બનાવે છે. આ માસ્ક તડકાના કારણે કાળી પડેલી ત્વચાને રિપેર કરે છે અને ત્વચાનો રંગ નિખારે છે. આ માસ્કથી કોઈ આડઅસર પણ થતી નથી. આજે તમને પ્રિયંકા ચોપડાનું ખાસ ડી ટેન માસ્ક કેવી રીતે બનાવવું તે જણાવીએ.
ડી ટેન માસ્ક માટેની સામગ્રી
આ પણ વાંચો: Weight loss: ડિલિવરી પછી ઝડપથી ઘટશે વધેલું વજન, ડાયટમાં સામેલ કરો આ 5 વસ્તુઓ
2 ચમચી ચણાનો લોટ
2 ચમચી દહીં
1 ચમચી દૂધ
અડધી ચમચી ચંદન પાવડર
અડધી ચમચી લીંબુનો રસ
એક ચપટી હળદર
માસ્ક બનાવવાની રીત
આ પણ વાંચો: ચણાનો લોટ, હળદર જ નહીં, આ 5 દેશી વસ્તુઓ પણ ચહેરા પર વધારે છે નેચરલ ગ્લો
ડી ટેન માસ્ક બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલ લેવું અને તેમાં દહીં અને ચણાના લોટને મિક્સ કરો. ત્યારબાદ તેમાં અન્ય સામગ્રી મિક્સ કરી સારી રીતે હલાવો.
તૈયાર કરેલા માસ્કને ટૈનિંગ થયું હોય તે ત્વચા પર સારી રીતે લગાવો. માસ્ક સુકાઈ જાય પછી તેને સ્ક્રબ કરીને હટાવો. અઠવાડિયામાં 2 વખત આ માસ્ક લગાવશો એટલે બેસ્ટ રિઝલ્ટ જોવા મળશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)