Happy Promise Day 2023: વેલેન્ટાઈન વીકની ઉજવણી ચાલુ છે અને આજે પ્રોમિસ ડે છે. દર વર્ષે 11 ફેબ્રુઆરીનો દિવસ પ્રોમિસ ડે તરીકે ઉજવાય છે. આપણી ભાષામાં કહીએ તો વચન  દિવસ. વેલેન્ટાઈન વીકના આ પાંચમા દિવસે લોકો પોતાના લવરને પ્રેમનો ઈઝહાર કરીને વચન આપે છે. આજના સમયમાં તો જે પ્રકારે પ્રેમનો અર્થ જ બદલાઈ ગયો છીએ ત્યારે એવી આશા રાખીએ કે  તમે જેને પ્રેમ કરો છો તેને આપેલું વચન પણ ચોક્કસપણે પાળો. અમે તમને આજે એવા 5 વચન વિશે જણાવીશું જે તમે તમારા પાર્ટનરને કરી શકો છો અને તે જીવનભર નિભાવી પણ શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. કોમ્યુનિકેશન કોઈ પણ સંબંધ માટે ખુબ જરૂરી છે. આ પ્રોમિસ ડે પ્રેમી કપલ એકબીજા સાથે ખુલીને અને ઈમાનદારીથી વાત કરવાનું વચન આપી શકે છે. પછી  ભલે ગમે તે સંજોગો હોય. તેનો અર્થ એ છે કે પોતાના વિચારો, ભાવનાઓ, અનુભવો શેર કરવા અને પોતાના પાર્ટનર પાસેથી પણ એ જ સાંભળવા તૈયાર રહેવું. જ્યારે બંને સાથી સારી રીતે વાતચીત કરી શકે ત્યારે તેઓ એક મજબૂત અને હેલ્ધી રિલેશનશીપ બનાવી શકે છે. 


2. પ્રેમી કપલ પ્રોમિસ ડે પર હંમેશા એકબીજાના સપનાનું સમર્થન કરવાનું વચન આપી શકે છે. તેનો અર્થ એ થયો કે એકબીજા માટે હંમેશા હાજર રહેવું, પ્રોત્સાહન અને પ્રેરણા આપવી તથા એકબીજાની સફળતાની ઉજવણી કરવી. જ્યારે પાર્ટનર એકબીજાનું સમર્થન કરે છે ત્યારે તેમના વચ્ચેનો સંબંધ વધુ મજબૂત થાય છે. 


પોલીસની વરદીમાં માતાપિતાને મળવા પહોંચી દીકરી. જુઓ શું હતું રિએક્શન


લગ્ન પછી આવી છોકરીઓ જીવનને બનાવે છે સ્વર્ગ, જાણો તેમનામાં કયા હોય છે ગુણ


દૂર રહેકર ભી પાસ પાસ...દૂર રહેવા છતાં સંબંધોમાં કેવી રીતે રાખવી મિઠાશ?


3. પ્રોમિસ ડે પર કપલ્સ પોતાના સંબંધમાં એકબીજાની જરૂરિયાતો અને ઈચ્છાઓને પ્રાથમિકતા આપવાનો સચેત પ્રયત્ન કરી શકે છે. તેનો અર્થ એ થયો કે એકબીજા માટે સમય કાઢવો, એક બીજાના જીવનમાં રસ લેવો, અને જરૂર પડે તો એકબીજા માટે હાજર રહેવું. 


4. સંબંધમાં અનેકવાર મુસીબતો આવી શકે છે પરંતુ પ્રોમિસ ડે પર તમે તમારા પાર્ટનરને ક્યારેય સાથ ન છોડવાનું વચન આપી શકો છો. જ્યારે કપલ આ વચન આપે છે તો તેઓ પોતાના સંબંધ માટે એક મજબૂત પાયો નાખે છે જે સમયની કસોટી પર ખરો ઉતરે છે. 


5. પ્રેમ અને સ્નેહ કોઈ પણ સંબંધનો મહત્વપૂર્ણ હિસ્સો છે અને પ્રોમિસ ડે પર તમે તમારા પાર્ટનરને પ્રેમ, સ્નેહ અને પ્રશંસા વ્યક્ત કરવાનું વચન આપી શકો છો. તેનો અર્થ એ છે કે એક બીજાને નિયમિત રીતે આઈ લવ યુ કહેવું, હાથ પકડવો, ગળે લગાડવું, અને શારીરિક સ્નેહ તથા અન્ય કાર્ય કરવા. જ્યારે કપલ્સ આ વચન આપે છે ત્યારે તેઓ પોતાના સંબંધમાં ચિંગારીને જીવિત રાખે છે અને પ્રેમને મજબૂત બનાવે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube