આ વખતે ગુજરાતી બહેનો ભાઈને બાંધશે 5 લાખવાળી ગોલ્ડ-પ્લેટેનિયમ રાખડી! અહીં મળશે...
Raksha Bandhan 2024: ભાઈ અને બહેનના પ્રેમનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન. શ્રાવણી પૂનમે ઉજવાતો આ પવિત્ર તહેવારની અત્યારથી જ બજારોમાં ધૂમ જોવા મળી રહી છે. જાતભાતની અને વિવિધ વેરાયિટીની રાખડીઓ આવી ગઈ છે. આ વખતે રાખડીના ભાવ બહેનને ભારે પડી રહ્યા છે. તો સોના-ચાંદીની પણ વૈવિધ્યસભર રાખડીઓએ આકર્ષણ જમાવ્યું છે. કેવી છે સોનાની અનોખી રાખડીઓ? જાણો વિગતવાર આ અહેવાલમાં...
- ભાઈ અને બહેનના પ્રેમનો પવિત્ર તહેવાર
- રક્ષાબંધન પહેલા બજારમાં રાખડીઓની ધુમ
- જાતભાતની અવનવી રાખડીઓનું આકર્ષણ
- સુરતના બજારમાં આવી સોનાની રાખડીઓ
- ડાયમંડ અને પ્લોટિનિયમની રાખડીઓની ચર્ચા
Raksha Bandhan 2024: સમાજ જીવનમાં જો કોઈ સૌથી પવિત્ર પ્રેમ માનવામાં આવતો હોય તો તે ભાઈ અને બહેનનો છે. નિસ્વાર્થ પ્રેમનું પ્રતિક એટલે રાખડી અને રાખડી બાંધવાનો તહેવાર એટલે રક્ષાબંધન. શ્રાવણી પૂનમે ઉજવાતો આ તહેવાર દરેક ભાઈ-બહેનનો પ્રિય હોય છે. દરેક બહેન પોતાના ભાઈને આ દિવસે રાખડી બાંધી ભાઈ પાસે પોતાની રક્ષા કરવાનું વચન માગે છે. તો ભાઈ પણ બહેનને જનમો જનમ સુધી રક્ષા કરવાની બાંયધરી આપે છે...
હાલ ઉજવાતા રક્ષાબંધનમાં હવે ગિફ્ટ આપવાનો પણ ટ્રેન્ડ વધ્યો છે...તો રાખડીઓ પણ હવે સોના-ચાંદીની આવી ગઈ છે. સુરતના બજારમાં હાલ સોના, ચાંદી અને પ્લેટિનિયમની રાખડીઓએ આકર્ષણ જમાવ્યું છે. સોના-ચાંદીની સાથે ડાયમંડ સાથે તૈયાર કરાયેલી આ રાખડીઓ બહેનોની પહેલી પસંદ બની છે. 500 રૂપિયાથી લઈ લાખો રૂપિયા સુધી આ રાખડીઓના એડવાન્સ ઓર્ડર બુક થઈ રહ્યા છે. આ રાખડીની એક વિશેષતા એ પણ છે કે રાખડી તરીકે પહેર્યા બાદ પેન્ડન્ટ તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે. સુરતના ઝવેરી બજારના વેપારીઓએ અલગ અલગ થીમની રાખડીઓ તૈયાર કરી છે. જેમાં ધાર્મિક ચિન્હો, ફ્લાવર, ભગવાન સહિતનો શેફ આપવામાં આવ્યો છે....
કેવી છે ખાસ રાખડીઓ?
રાખડી પહેર્યા બાદ પેન્ડન્ટ તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે
અલગ અલગ થીમની રાખડીઓ તૈયાર કરવામાં આવી
ધાર્મિક ચિન્હો, ફ્લાવર, ભગવાન સહિતનો શેફ આપવામાં આવ્યો
પહેલી નજરે જ ગમી જાય તેવી આ રાખડીઓની કિંમત પણ તમે જાણી લો.ચાંદીની રાખડીની કિંમત 500થી લઈ 10 હજાર રૂપિયા સુધી છે. સોનાની રાખડીની કિંમત 5 હજારથી 4 લાખ રૂપિયા સુધી છે. રિયલ ડાયમંડની રાખડી 30 હજારથી 4 લાખ સુધીની છે. પ્લેટિનિયમની રાખડી 20 હજારથી 2 લાખ સુધીની છે, તો CVD ડાયમંડની રાખડી 12 હજારથી 4 લાખ સુધીની છે. બહેનોને આ રાખડીનો ભાવ મોંઘો પડી રહ્યો છે. પરંતુ કેટલીક બહેનો પોતાના આ ભાઈ માટે આટલો ભાવ આપતા જરા પણ અચકાતી નથી.
શું છે રાખડીના ભાવ?
ચાંદીની રાખડીની 500થી 10 હજાર
સોનાની રાખડીની 5 હજારથી 4 લાખ
રિયલ ડાયમંડની રાખડી 30 હજારથી 4 લાખ
પ્લેટિનિયમની રાખડી 20 હજારથી 2 લાખ
CVD ડાયમંડની રાખડી 12 હજારથી 4 લાખ
દર વર્ષે રાખડી બજારમાં જાતભાતની પેટન્ટ આવતી હોય છે. ભારતમાં રાખડીનું એક મોટું બજાર છે. કરોડોનો વેપાર થાય છે..તેમાં ખાસ ગુજરાતમાં તો સોના-ચાંદીની રાખડીનું વેચાણ મોટા પાયે થાય છે. ગુજરાતમાં સુરત આવી રાખડીઓ માટે સૌથી મોટું બજાર છે. જોવું રહ્યું કે આ વખતે પણ સુરતમાં કેટલા કરોડની રાખડીઓનું વેચાણ થાય છે?.