Recipe: વાઈટ બ્રેડને બદલે બ્રાઉન બ્રેડનો ઉપયોગ કરવો વધારે હેલ્ધી માનવામાં આવે છે. જે લોકો નાસ્તામાં બ્રેડનો ઉપયોગ કરતા હોય છે તેઓ બ્રાઉન બ્રેડ ખાવાનું પસંદ કરે છે. માર્કેટમાં પણ તમને વિવિધ પ્રકારની બ્રાઉન બ્રેડ સરળતાથી મળી રહે છે. જો કે બજારમાં મળતી બ્રેડમાં મેંદાનો ઉપયોગ થયો છે કે નહીં તે અંગે જો તમે સ્યોર ન હોય તો તમે ઘરે પણ હેલ્ધી બ્રેડ બનાવી શકો છો જેમાં મેંદાનો ઉપયોગ કરવો જરૂરી નથી. તો ચાલો તમને આજે જણાવીએ કે ઘરે તમે કેવી રીતે હેલ્ધી બ્રાઉન બ્રેડ ફક્ત પાંચ સામગ્રીની મદદથી બનાવી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: લીમડામાં આ વસ્તુ ઉમેરી 30 મિનિટ માટે લગાડો માથા પર, સફેદ વાળ મૂળથી થઈ જશે કાળા


બ્રાઉન બ્રેડ બનાવવાની સામગ્રી


બે કપ ઘઉંનો લોટ
એક કપ ગરમ પાણી
બે મોટી ચમચી મધ અથવા ગોળ
1/4 ચમચી યિસ્ટ
સ્વાદ અનુસાર મીઠું
બે મોટી ચમચી માખણ અથવા તેલ


આ પણ વાંચો: Recipe: ઘરે સરળ રીતે બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર ટીક્કા મસાલા, નોંધી લો રેસિપી


બ્રાઉન બ્રેડ બનાવવાની રીત


સૌથી પહેલા વાસણમાં ગરમ ​​પાણી લો અને તેમાં મધ અથવા ગોળ ઉમેરો. હવે તેમાં યીસ્ટ ઉમેરી તેને 10 મિનિટ માટે ઢાંકી દો. બીજા મોટા બાઉલમાં ઘઉંના લોટમાં મીઠું મિક્સ કરો અને તેમાં યીસ્ટનું મિશ્રણ અને ઓગાળેલું માખણ અથવા તેલ ઉમેરો. બધી જ વસ્તુઓને સારી રીતે મસળી લોટ તૈયાર કરો. લોટને ત્યાં સુધી મસળવો જ્યાં સુધી તે સ્મૂધ ન થઈ જાય. 


આ પણ વાંચો: રેસ્ટોરન્ટ જેવી જ તંદુરી રોટી ઘરે પણ બનશે.. બસ લોટ બાંધતી વખતે આ ટીપ્સ ફોલો કરો


તૈયાર લોટ પર થોડું તેલ લગાવી તેને સ્વચ્છ કપડાથી ઢાંકીને લગભગ બે કલાક સુધી રહેવા દો. 2 કલાક પછી તે ફુલી જશે. ત્યારપછી ઓવનને 190 ડીગ્રી પર પ્રીહિટ કરો. હવે કણકમાં એક કાણું કરી તેમાંથી હવા કાઢી તેને હળવા હાથે મસળી અને તેલથી ગ્રીસ કરેલા લોફ પેનમાં રાખો. લોફ પેનને કપડાથી ઢાંકી અને કણકને 30 સુધી રહેવા દો.


આ પણ વાંચો: બટેટાની મદદથી ઘરે જ બનાવી લો આ અંડર આઈ માસ્ક, 7 દિવસમાં ડાર્ક સર્કલ થઈ જશે ગાયબ


ત્યારપછી આ પેનને પ્રીહિટેડ ઓવનમાં મુકી અને 40 મિનિટ બેક કરો. ત્યારપછી બ્રેડને ઓવનમાંથી કાઢી ઠંડી થવા દો અને પછી તેની સ્લાઈસ કરી લો.