Ginger Garlic Soup: લસણ અને આદુ બે એવી વસ્તુ છે જેની તાસીર ગરમ હોય છે. આયુર્વેદમાં આ બંને વસ્તુને દવા તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. લસણ અને આદુમાં એવા ઘણા ગુણ હોય છે જે શરીરને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. હાલ જ્યારે વરસાદી વાતાવરણમાં રોગચાળાનું જોખમ વધી રહ્યું છે અને શરદી, ઉધરસ, તાવના કેસ વધી રહ્યા છે ત્યારે જો તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવી હોય તો જીંજર ગાર્લિક સૂપ બનાવીને પીવાનું રાખો. આજે તમને જીંજર ગાર્લિક સૂપ કેવી રીતે બનાવવું તેના વિશે જણાવીએ. ખુબ સરળ રીતે તમે આ સુપ ઘરે બનાવી શકો છો. આ સૂપ પીવાથી શરદી ઉધરસ જેવી સમસ્યા દવા વિના જ મટી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જીંજર ગાર્લિક સૂપ માટેની સામગ્રી


આ પણ વાંચો:


પાણીમાં આ વસ્તુ મિક્સ કરી ધોઈ લો કેળા, એક અઠવાડિયા સુધી કેળા કાળા નહીં પડે


Weight Loss: ઝડપથી ઘટાડવું હોય વજન તો રાત્રે જમવામાં ખાવી આ 3 વસ્તુ


Upperlips Hair: અપરલિપ્સ કરાવવા વારંવાર પાર્લર જવાની ઝંઝટ ખતમ કરશે આ બ્યુટી ટીપ્સ


આદુનો એક ટુકડો 
લસણની 10 કળી
કોર્નફ્લોર બે ચમચી 
ગાજરના ટુકડા
મરી પાવડર અડધી ચમચી 
લીંબુનો રસ અડધી ચમચી 
માખણ અડધી ચમચી
મીઠું સ્વાદ અનુસાર


સૂપ બનાવવાની રીત


આ પણ વાંચો:


રાજમા પલાળવાનું ભુલી જાવ તો ટેન્શન ન લેવું, સોપારીની મદદથી તુરંત બફાઈ જશે રાજમા


બદલતા વાતાવરણમાં આ 5 વસ્તુઓ ખાવા પર રાખવું જોર, વાયરલ ઈન્ફેકશનનો નહીં બનો ભોગ


સૌથી પહેલા આદુ અને ગાજરને બરાબર સાફ કરીને ઝીણા ઝીણા ટુકડા કરી લેવા. લસણના પણ ટુકડા કરી લેવા અથવા તો વાટી લેવું. ત્યાર પછી એક પેનમાં માખણ ઉમેરો અને ધીમાં તાપે તેમાં આદુ અને લસણને એક મિનિટ સુધી શેકો. ત્યાર પછી તેમાં ગાજર ઉમેરો અને બે મિનિટ સુધી સાતડો. પાંચ મિનિટ પછી જરૂર અનુસાર પાણી ઉમેરો અને તેને પાંચ મિનિટ ઉકાળો. પાણીપુરી જાય એટલે તેમાં નમક અને મરી પાવડર ઉમેરો. અન્ય એક બાઉલમાં કોર્નફ્લોરમાં થોડું પાણી ઉમેરીને સ્લરી બનાવી લો. હવે તેને સૂપમાં ઉમેરી અને દસ મિનિટ સુધી ઉકાળો. સૂપ જ્યારે ઘટ્ટ થઈ જાય ત્યારે ગેસ બંધ કરો અને લીંબુનો રસ ઉમેરીને ગરમાગરમ સર્વ કરો.