હાર્ટ માટે આ 4 લાલ ફળો છે ખૂબ જ ફાયદાકારક, રોજ સવારની ડાઈટમાં કરો સામેલ
Red Fruits Benefits: જો તમે તમારી ડાઈટમાં રોજ સવારે ફળોને સામેલ કરો છો તો આ તમારા માટે ફાયદાકારક હોઈ શકે છે. આ ફળોમાંથી કેટલાક રેડ ફળો તમારા હાર્ટ માટે ખૂબ જ સારા માનવામાં આવે છે.
Red Fruits Benefits: દરરોજ તમારી ડાઈટમાં ફળો સામેલ કરવા તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ફળ ખાવાથી એક-બે નહીં પરંતુ ઘણી બીમારીઓ શરીરમાંથી દૂર રહે છે. આવી સ્થિતિમાં જો તમે તમારા આહારમાં લાલ ફળોનો સમાવેશ કરો છો, તો તે તમારા હૃદયને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. ઘણા લાલ ફળોમાં લાઇકોપીન હોય છે જે તેમના લાલ રંગનું કારણ છે. લાલ ફળોમાં એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે, જે તમારા હાર્ટ માટે સારા માનવામાં આવે છે. લાલ ફળો ઓક્સિડેટીવ તણાવ ઘટાડવામાં પણ મદદ કરી શકે છે. ચાલો જાણીએ એવા કયા લાલ ફળ છે જે તમારા હૃદયની સંભાળ રાખે છે?
ચેરી
ચેરી એન્ટીઑકિસડન્ટ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર હોય છે, જે ઓક્સિડેટીવ તણાવ અને બીપી ઘટાડે છે. ઓક્સિડેટીવ મેડિસિન અને સેલ્યુલર લોન્ગ વીટી જર્નલમાં 2020માં પ્રકાશિત થયેલા સંશોધન અનુસાર ઓક્સિડેટીવ તણાવ સેલ્યુલર અને મોલેક્યુલર અસાધારણતા તરફ દોરી જાય છે, જેના કારણે હાર્ટની સમસ્યાઓ તરફ દોરી શકે છે. દરરોજ એક કપ એટલે કે 140 ગ્રામ ચેરીનું સેવન કરવું જોઈએ.
જીરુંનું પાણી કે કોથમિરનું પાણી! વજન ઘટાડવા માટે કયું સૌથી વધારે છે ફાયદાકારક?
સ્ટ્રોબેરી
એક્સપર્ટનું કહેવું છે કે, સ્ટ્રોબેરી બ્લડ વેસલ્સને એક્ટિવ રાખવામાં મદદ કરે છે અને બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી શકે છે. વર્ષ 2022માં ફૂડ્સ જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર આ ફળો એન્થોકયાનિન જેવા એન્ટી-ઈન્ફ્લેમેટરી પોલિફેનોલ્સથી ભરપૂર હોય છે. દરરોજ 1 કપ એટલે કે 150 ગ્રામ સ્ટ્રોબેરી ખાવાથી તમારું હાર્ટ હેલ્ધી રહે છે.
સફરજન
સફરજનમાં પેક્ટીન અને પોલિફેનોલ્સ ભરપૂર માત્રામાં હોય છે અને તે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. આ ઉપરાંત આ હાર્ટને ઘણી બીમારીઓથી બચાવે છે. ન્યુટ્રિશન જર્નલમાં 2004માં પ્રકાશિત થયેલા એક અભ્યાસ જાણવા મળ્યું છે કે, જે લોકો સફરજન ખાય છે તેમને હાર્ટની બીમારીઓનું જોખમ 13 થી 22 ટકા ઓછું હોય છે. આ માટે દરરોજ 1 સફરજન ખાવું જોઈએ.
શિયાળામાં રોજ કરો એક જામફળનું સેવન, વજનથી લઈને ડાયાબિટીસનો વળી જશે સત્યનાશ!
રાસબેરી
એક્સપર્ટનું કહેવું છે કે, ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર આ રાસબેરી હૃદયની સેહતની સાથે-સાથે કોલેસ્ટ્રોલ અને બીપી માટે પણ ફાયદાકારક હોય છે. અમેરિકાના કૃષિ વિભાગ અનુસાર 100 ગ્રામ રાસબેરીમાં 6.4 ગ્રામ ફાઈબર હોય છે, જે તમારા પેટ માટે પણ સારું માનવામાં આવે છે. દરરોજ 1 કપ એટલે કે 125 ગ્રામ આ ફળ ખાઓ.
Disclaimer: પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતીની મદદ લીધી છે. જો તમે ક્યાંય પણ તમારા સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ વાંચો છો, તો તેને અપનાવતા પહેલા ચોક્કસપણે ડોક્ટરની સલાહ લો.