Weight Loss Diet: ઓછા દિવસોમાં ઘટાડવું હોય વધારે વજન તો ભોજન પહેલા પીવાનું શરુ કરો આ ડ્રિંક્સ
Weight Loss Tips: વજન ઝડપથી ઘટાડવું છે તો તમે દૈનિક આહારમાં કેટલાક ડ્રિંક્સ નો સમાવેશ કરી શકો છો. જમ્યા પહેલા આ ડ્રિંક્સ નું સેવન કરવાથી અથવા તો ડાયટ ની સાથે આ ડ્રિંક્સ લેવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. આ ડ્રિંક્સની ખાસ વાત એ છે કે તેમાં કેલરીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે અને તે વજન ઘટાડવામાં મદદ કરે છે.
Weight Loss Tips: ઘણા લોકો માટે વજન ઓછું કરવું મુશ્કેલ થઈ જાય છે. વજન ઝડપથી ઓછું કરવું હોય તો એક્સરસાઇઝની સાથે ડાયટ નું પણ ધ્યાન રાખવું જરૂરી હોય છે. જો તમે તમારા વધતા વજનથી પરેશાન છો અને વજન ઝડપથી ઘટાડવું છે તો તમે દૈનિક આહારમાં કેટલાક ડ્રિંક્સ નો સમાવેશ કરી શકો છો. જમ્યા પહેલા આ ડ્રિંક્સ નું સેવન કરવાથી અથવા તો ડાયટ ની સાથે આ ડ્રિંક્સ લેવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. આ ડ્રિંક્સની ખાસ વાત એ છે કે તેમાં કેલરીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે અને તે વજન ઘટાડવામાં મદદ કરે છે.
છાશ
છાશમાં ગેલેરીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે અને તે પ્રોબાયોટિક્સથી ભરપૂર હોય છે. ખોરાકનું પાચન કરવામાં પણ છાશ મદદ કરે છે તેનાથી શરીર હાઈડ્રેટ રહે છે. જે લોકો વજન ઓછું કરવા માંગે છે તેમણે છાશ પીવી જ જોઈએ.
આ પણ વાંચો:
Skin Care: સ્કિન એજિંગનું કારણ બને છે આ 5 વસ્તુઓ, ખાશો તો 30 ની ઉંમરે દેખાશો 50 જેવા
30 દિવસમાં ઓગળી જશે શરીરની બધી ચરબી, ફેટમાંથી થશો ફીટ, આ 4 રીતે શરુ કરો અજમાનું સેવન
વાળ અને ત્વચાની સુંદરતાને વધારે છે કરંજનું તેલ, જાણો તેના ફાયદા અને ઉપયોગ કરવાની રીત
જલજીરા
જલજીરા ખાટું મીઠું પીણું છે તે સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્યવર્ધક પણ છે. તેમાં ફુદીના આમલી આદુ, મરચા નો ઉપયોગ થાય છે. જે શરીર માટે ફાયદાકારક હોય છે અને શરીરને ફ્રેશ કરે છે.
ગ્રીન ટી
ગ્રીન ટી એન્ટિઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર હોય છે જે લોકોને વજન ઓછું કરવું હોય છે તેમણે નિયમિત ગ્રીન ટી પીવી જોઈએ. ગ્રીન ટી પીવાથી વારંવાર ભૂખ લાગવાની સમસ્યા થતી નથી અને વજન ઘટાડવામાં પણ મદદ મળે છે.
કાકડીનો રસ
વજન ઘટાડવા માટે દિવસ દરમિયાન કાકડી નો રસ પીવાથી પણ ફાયદો થાય છે. તેમાં કેલેરી નું પ્રમાણ ઓછું હોય છે અને પોષક તત્વો ભરપૂર તેનું સેવન કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.
સફરજનનો જ્યુસ
સફરજન સ્વાસ્થ્ય માટે વરદાન સમાન છે તેમાં રહેલા ડાયટરી ફાઇબર અને એન્ટિઓક્સિડન્ટ શરીરને સ્વસ્થ રાખે છે તેમાં કેલેરી ખૂબ જ ઓછી હોય છે. નિયમિત સફરજનનું જ્યુસ પીવાથી શરીરને એનર્જી મળે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)