નવી દિલ્લીઃ ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં કરવા ચોથના અવસર પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક પત્નીએ પહેલા તેના પતિ સાથે કરાવવા ચોથની ખરીદી કરી અને પછી તેના જીજા સાથે ભાગી ગઈ. હવે પતિ તેની પત્નીને શોધવા પોલીસને અપીલ કરી રહ્યો છે. પતિનું કહેવું છે કે તે તેની પત્ની માટે આમરણાંત ઉપવાસ કરશે અને તેના બાળકોને પાછા મેળવવા માંગે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે સમગ્ર મામલો?
મેરઠના જાની વિસ્તારના રહેવાસી અશોકના લગ્ન 2019માં ગંગાનગરના અમહેરાની રહેવાસી પ્રિયા સાથે થયા હતા. લગ્ન બાદ બંને ખુશ હતા અને તેમને 18 માસનો પુત્ર પણ છે. મંગળવારે અશોક મેરઠ એસએસપી ઓફિસ પહોંચ્યો અને કહ્યું કે તેની પત્ની તેના જીજાસાથે ભાગી ગઈ છે, જેની જાણ તેને ત્યારે થઈ જ્યારે તે કામ પરથી ઘરે પરત ફર્યો. આ અંગે આસપાસના લોકોએ તેને જાણ કરી હતી.


અશોકે જણાવ્યું કે તે તેની પત્નીને પણ કરવા ચોથની ખરીદી માટે લઈ ગયો હતો. અશોકનું કહેવું છે કે પત્નીએ ઘરમાં રાખેલા 15,000 રૂપિયાના દાગીના પણ પોતાની સાથે લઈ લીધા હતા. અશોકે વિનંતી કરી છે કે તેની પત્ની પ્રિયા અને તેના પુત્રને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવે અને આરોપી રાહુલ વિરુદ્ધ કેસ નોંધવામાં આવે.


પોલીસે શું કહ્યું?
દરમિયાન, આ મામલામાં મેરઠના એસપી દેહત કમલેશ બહાદુરે કહ્યું કે જાની પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ આરોપ લગાવ્યો છે કે તેની પત્નીનું તેના જીજા દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. આ અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.