નવી દિલ્હીઃ લગ્નના પવિત્ર સંબંધને સાત જન્મોનું અતૂટ બંધન માનવામાં આવે છે, પરંતુ ઘણીવાર પતિ-પત્નીના સંબંધમાં નાની ગેરસમજણ પર વિવાદનું કારણ બને છે, તેવામાં યુવક હોય કે યુવતી બધા માટે લગ્નન એક મહત્વનો નિર્ણય હોય છે. તો તમને સૌથી પહેલા એકબીજા સાથે જોડાયેલી દરેક નાની-નાની વાતો વિશે જાણકારી હોવી જોઈએ. જેથી ભવિષ્યમાં બંને વચ્ચે કોઈ પ્રકારની સમસ્યા થાય નહીં. લગ્નજીવનને ખુશીભર્યું બનાવવા માટે તમારા પાર્ટનરના વિચાર અને વ્યવહારને જાણવાનો પ્રયાસ કરો, સામાન્ય રીતે લગ્નમાં બે-ચાર મહિનાનું અંતર રહે છે, જે તમારા માટે પડકારભર્યું રહે છે, તો આવો જાણીએ લગ્ન પહેલા કેટલીક વાતો જે તમારા થનારા પાર્ટનર વિશે માહિતી હોવી જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લગ્ન પહેલા જાણી લો આ વાતો
એકબીજાનું સન્માન કરો

કોઈપણ સંબંધને મજબૂત બનાવવા માટે ખુબ જરૂરી છે, એક બીજાનું સન્માન કરવું. જો વાત લગ્ન જેવા બંધનની હોય તો તમારા પાર્ટનરનું સન્માન નહીં કરો તો તમે તેને પ્રેમ નહીં કરી શકો. લગ્ન જેવા પવિત્ર બંધનને મજબૂત બનાવવા માટે સંબંધમાં પ્રેમ અને સન્માન હોવું જરૂરી છે. 


લગ્નની સહમતિ જરૂર લો
જ્યારે તમે એકબીજાને મળો છો તો ઘણી વસ્તુ જાણવાની લાલસા હોય છે, તેવામાં કન્ફ્યૂઝ થઈને પૂછી શકશો નહીં, પરંતુ જ્યારે એકબીજાને મળો તો તે જરૂર જાણી લો કે તે લગ્ન કરવા માટે તમારી સાથે તૈયાર છે કે નહીં, ક્યાંક કોઈના દબાવમાં તે તમારી સાથે લગ્ન કરી રહ્યાં નથીને, આમ જાણવાથી લગ્ન બાદ એક પોઝિટિવ બાઉન્ડ જોડાય જાય છે. 


આ પણ વાંચોઃ શું તમે પણ તમારા માટે યોગ્ય જીવનસાથી શોધી રહ્યાં છો? તો જરૂરથી તપાસો આ ગુપ્ત વાતો


તમારા સંબંધીઓ વિશે જાણો
પોતાના લગ્ન જીવનને સુખી બનાવવા માટે તમારા પાર્ટનરના પરિવારજનો, મિત્રો અને સંબંધીઓ વિશે જાણીલો. સાથે તેના પાસ્ટ રિલેશન વિશે પણ પૂછી લો, બાકી તેને શું પસંદ છે, લોકોના ઘરે આવવું-જવુ કેવું લાગે છે, આ વાત નક્કી કરશો તો તમારા લગ્ન જીવનમાં ક્યારેય વિવાદ થશે નહીં. 


તેના જીવનની પ્રાથમિકતા વિશે જાણો
તમે તમારા પાર્ટનરને પૂછી શકો છો કે લગ્ન બાદ સિંગલ ફેમેલીમાં રહેવું પસંદ છે કે જોઈન્ટ ફેમેલી સાથે. કારણ કે ઘણા લોકો પોતાના પરિવારની સાથે રહેવાનું પસંદ કરે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube