શું તમે ક્લાઈટોરિસ વિશે જાણો છો ખરા? આ શબ્દ મહિલાઓના શરીરના એક ખાસ અંગનું અંગ્રેજી નામ છે. હકીકતમાં આ શબ્દની ઉત્પતિ ગ્રીક ભાષાના એક શબ્દથી થઈ છે જેનો અર્થ છે ચાવી. વાસ્તવમાં ક્લાઈટોરિસને મહિલાઓના સેક્સ્યુઅલ પ્લેઝરની ચાવી તરીકે જોવામાં આવે છે. આ અંગનું મૂળ કામ મહિલાઓને ઓર્ગેઝમના રસ્તે લઈ જવાનું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Clitoris 5 ઈંચ સુધી લાંબુ હોય છે
ક્લાઈટોરિસ અસલમાં વજાઈના કે યોનિના પ્રમુખ ભાગમાંથી એક છે. તેનો જે ભાગ બહાર જોવા મળે છે તે માંડ એક વટાણાના દાણા જેટલો હોય છે. જે વલ્વાની બરાબર સામે હોય છે. તેની ઉપસ્થિતિ યોનિ છિદ્રથી બરાબર એક સેન્ટીમીટર ઉપર હોય છે. તેનો જે ભાગ બહાર દેખાય છે તેને ક્લાઈટોરિસ કે ક્લિટ નામથી ઓળખવામાં આવે છે. 


યોનિની બહાર દેખાતા આ ભાગને ક્લિટોરલ ગ્લેન કહેવાય છે. ક્લાઈટોરિસ ગ્લેન ફક્ત ઉપરનો ભાગ છે જ્યારે આખા ક્લાઈટોરિસની કુલ લંબાઈ લગભગ 5 ઈંચ હોય છે. રસપ્રદ વાત એ છે કે લિંગની લંબાઈ પણ લગભગ આટલી હોય છે. ક્લાઈટોરિસના બે માથા હોય છે. પહેલું માથું યોનિ તરફ હોય છે જ્યારે બીજું માથું મૂત્રમાર્ગ સાથે જોડાયેલું હોય છે. શરીર વૈજ્ઞાનિકોના જણાવ્યાં મુજબ તે લગભગ હેન્ડપંપ જેવું દેખાય છે. તે જેટલું બહાર નજરે ચડે છે તેનાથી અનેક ગણો ભાગ તેનો અંદરની બાજુ હોય છે. 


લિંગ જેવું જ હોય છે ક્લાઈટોરિસ
ક્લાઈટોરિસ એમ્બ્રોયોનિક ટિશ્યુથી બનેલું છે અને લિંગ પણ બરાબર આ જ ટિશ્યુથી બનેલું છે. તથ્યો મુજબ ભ્રૂણ જ્યારે બારમાં અઠવાડિયામાં હોય છે ત્યારે માદા અને પુરુષ ભ્રૂણ માટે એક જેવા ટિશ્યુથી અલગ અલગ જનનાંગ વિક્સિત થાય છે.