નવી દિલ્લીઃ રિલેશનશિપ  પર થયેલા રિસર્ચમાં સામે આવ્યું છે કે અમુક કપલ સંબંધોને લાંબા સમય સુધી ટકાવી શકે છે.  વધુ પડતા લોકોના રિલેશનશિપ લગ્ન પહેલા તૂટી જાય છે. પોતાના પાર્ટનર સાથે નારાજગી હોવાના કારણે લોકોમાં પણ ઉત્સુકતા હોય છે કે તેમનો EX -પાર્ટનર તેમના વિશે શું વિચારી રહ્યો છે. આવો અમે તમને જણાવીએ કે EX પાર્ટનરની નારાજગી કે તમારા પ્રત્યેના તેના વર્તન ને કેવી રીતે ટેસ્ટ કરી શકાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

EX પાર્ટનર તેમની નારાજગી આ રીતે કરે છે વ્યક્ત:
રિલેશનશિપ  પૂર્ણ થયા પછી પણ  EX પાર્ટનર તે સારા મિત્ર બન્યા રહે છે,.  અને અમુક વાર એવું પણ બને છે રિલેશનશિપ  પૂર્ણ થયા પછી EX પાર્ટનર હોય છે નારાજ. જો તમે જાણવા માગો છો કે રિલેશનશિપ પૂર્ણ થયા પછી હાલમાં તમારો EX પાર્ટનર તમારા વિશે શું  વિચારે છે. જો તમે તમારા  EX પાર્ટનર સાથે વાત કરો અને બૂમો પાડવા લાગે ત્યારે સમજી લો કે હજુ પણ તમારાથી નારાજ છે. અને તે તમારી સાથે વાત કરવા નથી માગતા.
 
ગિફ્ટ ને પાછા આપવા લાગશે:
રિલેશનશિપ તૂટી ગયા પછી પણ EX પાર્ટનર એકબીજા સાથે શેર કરેલી ગિફ્ટ ને પરત કરે છે. તો એવું પણ બને છે  EX પાર્ટનર ગિફ્ટ ને તોડી નાખે છે. અથવા તો ફેંકી દે છે. આના પરથી સાબિત થાય છે. કે EX પાર્ટનર સંબંધ તૂટવા થી નારાજ છે.


તેના  હાવભાવ તે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી:
EX પાર્ટનર  જો સોશિયલ મીડિયા પર નેગેટિવ પોસ્ટ મુકે છે. તો જાણી લો કે તે રિલેશનશિપ ના તૂટવાથી છે નારાજ. હજુ પણ તેના મનમાં રિલેશનશિપના તૂટવાનું દુ:ખ છે.  આવામાં   EX પાર્ટનર જૂની સારી વાતો કરવી જોઈએ. અને મનમાં રહેલા દુઃખોને દૂર કરવા જોઈએ.


તમારા મિત્રના ટચમાં રહો:
એવું ઘણી વખત જોવામાં આવ્યું છે કે રિલેશનશિપ તૂટ્યા પછી,  EX પાર્ટનર તમારા નજીકના મિત્ર સાથે વાતચીત વધારવાનું શરૂ કરે છે. એટલું જ નહીં, તેઓ વારંવાર બતાવવા માંગે છે કે તેઓ ખુશ છે, પરંતુ તેઓ આ રીતે તમારી સાથે તેમની નારાજગી વ્યક્ત કરે છે. આવા કિસ્સાઓમાં, તમારા મિત્ર સાથે વાત કરશે પરંતુ તમને સંપૂર્ણપણે અવગણશે. આવી સ્થિતિમાં, સમજી લેવું જોઈએ કે તમારો EX પાર્ટનર હજી પણ તમારા થી નારાજ છે.