નવી દિલ્લીઃ પ્રેમ એ જીવનનો સૌથી સુંદર અહેસાસ છે. પ્રેમમાં બધું જ સારું લાગે છે પણ જ્યારે પ્રેમ તૂટી ગયો હોય, ત્યારે આખી દુનિયા ગમગીન લાગે છે. આજકાલ, જેટલા જલ્દી સંબંધો બને છે અને બે વ્યક્તિઓ સંબંધમાં આવે છે, તેટલી જ સરળતાથી સંબંધ તૂટી પણ જાય છે. કપલ વચ્ચે બ્રેકઅપ સામાન્ય વાત બની ગઈ છે, પરંતુ ઘણીવાર પ્રેમથી શરૂ થયેલો સંબંધ ઝઘડા સાથે સમાપ્ત થાય છે. કપલની ગેરસમજ, ગુસ્સો કે અન્ય કોઈ કારણસર અલગ થઈ જાય છે, પરંતુ તેમના માટે એક ક્ષણ પણ બ્રેકઅપમાંથી બહાર આવવું મુશ્કેલ બની જાય છે.


બ્રેકઅપ પછી તમે તમારા પાર્ટનરને મિસ કરો છો. તમે નવી શરૂઆત કરવા માંગો છો પરંતુ તમારી આસપાસની વસ્તુઓ અને લોકો તમને અજાણતામાં તમારા જીવનસાથી વિશે વિચારવા મજબૂર કરે છે. કેટલીકવાર તમને તમારા જીવનસાથી અને તે સંબંધની આદત પડી જાય છે અને તેથી જ તૂટેલા હૃદયને સાંધવામાં અને બ્રેકઅપની પીડામાંથી બહાર આવવામાં વર્ષો લાગે છે. જો તમે પણ તમારા એક્સ બોયફ્રેન્ડ/ગર્લફ્રેન્ડને મિસ કરો છો અને બ્રેકઅપના દર્દમાંથી બહાર નીકળી શકતા નથી, તો આ સરળ ટિપ્સ અપનાવીને તમે નવેસરથી શરૂઆત કરી શકો છો. તમારી જાતને વ્યસ્ત કરો- બ્રેકઅપ પછી તમારા તૂટેલા સંબંધો અને એક્સ વિશે વિચારવાનું બંધ કરો. આ કરવું મુશ્કેલ છે પણ અશક્ય નથી. તમારી જાતને વ્યસ્ત રાખો અને બીજા કામમાં મન લગાવવાનો પ્રયત્ન કરો. આમ કરવાથી તમારું ધ્યાન હટશે અને તમે એક્સની યાદોમાંથી ધીમે ધીમે બહાર આવી શકશો. સંપૂર્ણ ફેરફાર જરૂરી છે- જ્યારે તમે લાંબા સમય સુધી રિલેશનશિપમાં હોવ છો, ત્યારે તમારું જીવન તમારા પાર્ટનરની આસપાસ ફરવા લાગે છે. જેમ કે જીવનસાથીની પસંદગી અપનાવવી, એકબીજાની આદતો પ્રમાણે રૂટિન બનાવવું. પરંતુ બ્રેકઅપ પછી તમારે આ આદતો છોડી દેવી પડશે અને તમારી પસંદ-નાપસંદ અને તમારા પોતાના અનુસાર રૂટિન નક્કી કરવું પડશે. આ ઉપરાંત, તમારી પાસે તમારા એક્સની ઘણી વસ્તુઓ અને ભેટો હોઈ શકે છે. જો તમારે નવેસરથી શરૂઆત કરવી હોય તો આ વસ્તુઓને તમારાથી દૂર કરો. પરિવાર અને મિત્રોને સમય આપો- બ્રેકઅપ પછી લોકો એકલા રહેવા માગે છે. તેમને લાગે છે કે, તેએ પોતાના તૂટેલા સંબંધો વિશે મિત્રો અથવા પરિવાર સાથે વાત નથી કરી શકતા. તેઓ પોતાના પ્રેમને મનમાંને મનમાં મોટી ભૂલ સમજવા લાગે છે, પરંતુ આવા સમયે તમારે તમારા પરિવાર અને મિત્રો સાથે રહેવાની જરૂર છે. તેમની સાથે વધુ સમય વિતાવો. પિકનિક અથવા ટ્રિપની યોજના બનાવો અને તમારા મૂડને ફ્રેશ કરવા માટે બહાર જાઓ. જીવનમાં નવીનતા લાવો- જ્યારે તમારા જીવનમાં કંઈક નવું થાય છે, ત્યારે તમે તેના વિશે ઉત્સાહિત હોવ છો. બ્રેકઅપ પછી આ લોજિક અપનાવીને કંઈક નવું કરવાનો પ્રયાસ કરો. જેમ કે તમે કંઈક નવું શીખવામાં તમારો સમય પસાર કરી શકો છો. તમારી પસંદગી અનુસાર નવી કુશળતા, તાલીમ અથવા અભ્યાસક્રમમાં જોડાઓ. તેનાથી તમારા ભવિષ્યમાં પણ ફાયદો થશે અને જીવનમાં ઉત્સુકતા વધશે. નવીનતાનો અર્થ બ્રેકઅપ પછી તરત જ બીજા સંબંધમાં આવવાનો નથી.