Home Remedies To Get Rid Of Mosquitoes: ઉનાળા અને ચોમાસામાં મચ્છરોનું પ્રમાણ અચાનક વધી જાય છે. મચ્છર મેલેરિયા સહિતની બિમારીઓ પણ નોંતરે છે. આ સમસ્યાને દૂર કરવા બજારમાં મળતી પ્રોડક્ટોનો ઉપયોગ કરાય છે, જો કે આ પ્રોડક્ટો કેમિકલથી ભરપૂર હોવાથી સ્વાસ્થ્યને નુકસાન પણ થઈ શકે છે. બાળકો તેમજ શ્વાસની સમસ્યાથી પિડાતી વ્યક્તિ માટે આ પ્રોડક્ટો જોખમી છે. ત્યારે મચ્છરની સમસ્યાને દૂર કરવા તમે ઘરેલુ વપરાશમાં આવતી ચીજોનો ઉપયોગ પણ કરી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નીલગિરીનું તેલ: નીલગિરીના તેલમાં લીંબુના રસના થોડા ટીપા નાંખીને આ મિશ્રણ તમારા શરીર પર લગાવી શકો છો. તેની ગંધથી મચ્છર તમારી આસપાસ નહીં આવે. 


કોફી પાવડરઃ કોફીના પાવડરની મદદથી પણ તમે મચ્છરોને દૂર રાખી શકો છો. તમારા ઘરની આસપાસ પાણી ભરાયેલું હોય તો તેમાં કોફી છાંટવાથી મચ્છરના લાર્વા નહીં થાય. આ ઉપરાંત ઈંડાના કેરેટમાં કોફી નાખીને સળગાવવાથી પણ મચ્છર દૂર રહે છે.


આ પણ વાંચો:
કોણ છે સ્ટોર્મી ડેનિયલ્સ, જેના ચક્કરમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પને થઈ શકે છે જેલ 
આફ્રિકામાં રહસ્યમય વાયરસથી ફફડાટ, ચેપગ્રસ્તનું 24 કલાકમાં થઈ જાય છે મોત
Banned Products: વિદેશમાં 8 વસ્તુ છે બેન, પરંતુ ભારતમાં થાય છે ધૂમ વેચાણ


એપલ વિનેગરઃ એક સ્પ્રે બોટલમાં અડધા પ્રમાણમાં પાણી અને અડધું એપલ સાઇડર વિનેગર મિક્સ કરો. હવે તેને તમારા કપડાં અને શરીર પર છાંટો. મચ્છર તમારી નજીક પણ નહીં આવે.


લવિંગ અને લીંબુઃ એક લીંબુને પાતળી સ્લાઈસમાં કાપીને તેમાં 4-5 લવિંગ લગાવીને ઘરના દરેક ખૂણે મૂકી દો. તેની ગંધથી મચ્છર નજીક નહીં આવે.


લસણઃ લસણને પીસીને એક ગ્લાસ પાણીમાં સારી રીતે ઉકાળો. ઉકળ્યા બાદ પાણીને ઠંડુ કરીને સ્પ્રે બોટલમાં ભરી દો. આ પાણીને ઘરમાં છાંટવાથી મચ્છરની સમસ્યા દૂર થશે.


આ પણ વાંચો:
મચ્છર ભગાડનારી કોઈલ સળગાવીને સૂતો હતો પરિવાર, શ્વાસ રૂંધાવાથી 6 લોકોના મોત
બિલકુલ મફતમાં ક્યારે,ક્યાં અને કેવી રીતે જોઈ શકશો IPLમેચનું  Live Streaming
ગુજરાતમાં વધતા કોરોના કેસથી ફફડાટ : એરપોર્ટ પર નવી ગાઈડલાઈન જાહેર કરાઈ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube