પાણી પીવામાં તમે તો આ ભૂલ નથી કરતા ને? આયુષ્યના 15 વર્ષ ઓછા થઈ જશે, રિસર્ચમાં ખુલાસો
Water Intake Per Day: રોજ યોગ્ય પ્રમાણમાં પાણી પીવાથી વૃદ્ધાવસ્થા ધીરે ધીરે આવે છે અને તેનાથી થતી સમસ્યાઓનું જોખમ પણ ઓછું રહે છે. જો આપણે યોગ્ય પ્રમાણમાં પાણી પીએ તો જૂની બીમારીઓના ઉથલા મારવાની સંભાવના પણ ઘટે છે.
Water Intake Per Day: રોજ કેટલું પાણી પીવું એ આપણે બધાને સતાવતો યક્ષ પ્રશ્ન છે. પરંતુ અહીં એ જાણવું જરૂરી છે કે રોજ યોગ્ય પ્રમાણમાં પાણી પીવાથી તે વૃદ્ધાવસ્થાને દૂર રાખે છે અને તેનાથી થતી સમસ્યાઓનું જોખમ પણ ઘટતું હોય છે. જો આપણે યોગ્ય પ્રમાણમાં પાણી પીએ તો જૂની બીમારીઓના ઉથલા મારવાની સંભાવના પણ ઘટતી હોય છે. એક રિસર્ચ મુજબ ઓછું પાણી પીવાથી શરીરમાં સોડિયમનું પ્રમાણ વધી જાય છે અને તેનાથી આયુષ્યના 15 વર્ષ ઘટી શકે છે.
અગાઉ કરાયેલા એક રિસર્ચના પરિણામો મુજબ રિસર્ચર્સે જણાવ્યું કે ઓછું પાણી પીવાથી વૃદ્ધાવસ્થા આવવાની પ્રક્રિયા ગતિ પકડે છે. તેમણે ઉંદરો પર અભ્યાસ કર્યો હતો. જેમાં તેમને જીવનભર ઓછું પાણી આપવામાં આવ્યું હતું. તેનાથી તે ઉંદરોમાં પ્રતિ લીટર સોડિયમના પ્રમાણમાં પાંચ ગણો વધારો થયો અને તેમના જીવનકાળમાં છ મહિનાનો ઘટાડો નોંધાયો. આ સ્ટડીથી એ પુરવાર થઈ રહ્યું છે કે મનુષ્યના જીવનમાં પણ તેનો ઊંડો પ્રભાવ હોઈ શકે છે અને ખાસ કરીને વૃદ્ધાવસ્થા સુધી ઉંમરાં તેની અસર જોવા મળી શકે છે. રિસર્ચના તારણો કહે છે કે ઉંદરોની સરખામણીમાં મનુષ્યનું જીવન તેનાથી 15 વર્ષ સુધી ઘટી શકે છે.
શું કહે છે રિસર્ચર્સ
પ્રમુખ રિસર્ચર નતાલિયા દિમિત્રિવાએ કહ્યું કે આપણી સામે મોટો પડકાર એ છે કે એવો કયો ઉપાય શોધવો કે જેનાથી વૃદ્ધાવસ્થા જલદી આવવાની પ્રક્રિયા ધીમી પાડી શકાય. આવું એટલા માટે જરૂરી છે કારણ કે આયુષ્ય સંબંધિત બીમારીઓ ઝડપથી ઉભરી રહી છે. રિસર્ચ મુજબ રોજ પૂરતા પ્રમાણમાં પાણી પીવાથી જીવન રોગમુક્ત બને છે. તેનાથી શરીર સ્વસ્થ રહે છે. જેનાથી વૃદ્ધાવસ્થાની પ્રક્રિયા ધીમી પડે છે અને વૃદ્ધાવસ્થા મોડી આવે છે જેથી કરીને તમે બીમારી વગર લાંબુ જીવન જીવી શકો છો. તાપમાનને નિયંત્રિત કરવા અને ત્વચા માટે પણ તે ખુબ મહત્વપૂર્ણ છે.
રોજ કેટલું પાણી પીવું જોઈએ
પુરુષોએ રોજ 3.7 લીટર (11 થી 12 ગ્લાસ) પાણી પીવું જોઈએ. જ્યારે મહિલાઓએ રોજ 2.7 લીટર (8 થી 9 ગ્લાસ) પાણી પીવું જોઈએ. ફળ અને અન્ય પીણા 20 ટકા પાણીની કમી પૂરી કરે છે.
પાણીની કમીથી શું થઈ શકે?
- ડ્રાય સ્કિનની સમસ્યા
- પેશાબ સંબંધિત સમસ્યા
- મોઢામાંથી દુર્ગંધની સમસ્યા
- માથાનો દુ:ખાવો, આળસ
- લોહી જાડું થવું, જેના કારણે હ્રદય પર અસર થાય છે.
(Disclaimer: અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube