Kitchen Tips: દરેક ભારતીય ઘરની પરંપરા છે કે સિઝન આવે ત્યારે આખા વર્ષ માટે કેટલીક વસ્તુઓને સ્ટોર કરીને રાખવાની. દરેક ઘરમાં ઘઉં, ચોખા, દાળ સહિતની રાશનની વસ્તુઓને સ્ટોર કરવામાં આવે છે. મોટાભાગના ઘરમાં ઘઉં અને ચોખા તો આખા વર્ષ માટે સ્ટોર કરવામાં આવે જ છે. પરંતુ ઘણી વખત એવું થાય છે કે ધ્યાન રાખવા છતાં પણ ચોખામાં ધનેડા પડી જાય છે. ચોખામાં ધનેડા કે અન્ય જીવજંતુ આખું વર્ષ ન પડે તે વાતનું ધ્યાન રાખવું હોય તો ચોખા સ્ટોર કરતી વખતે ચોખાની સાથે કેટલીક વસ્તુઓ રાખી દેવી જોઈએ. આ સિવાય પણ કેટલીક ટિપ્સ છે જેને ફોલો કરીને તમે ચોખાને આખું વર્ષ સુરક્ષિત રાખી શકો છો. જો તમે આ અમલ કરશો તો તમારા ચોખા સાફ રહેશે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચોખા સ્ટોર કરવા માટેની ટીપ્સ


1. ચોખામાં ધનેડા કે જીવજંતુ પડવાની શક્યતા ત્યારે વધી જાય છે જ્યારે ચોખાને તમે પોલીથીન બેગમાં ભરો છો. આવી ભૂલ ક્યારેય ન કરવી. જે કન્ટેનરમાં ચોખા ભરવાના હોય તેને બરાબર રીતે સાફ કરીને ડાયરેક્ટ ચોખા ભરવા જોઈએ. જો તમે તેમાં પ્લાસ્ટિકની મોટી કોથળી રાખો છો તો ભેજ લાગવાની શક્યતા વધી જાય છે અને જીવડા થવાની શક્યતા પણ વધે છે. 


આ પણ વાંચો: આ રીતે કુંડામાં ઉગાડો આદુ, ઘરમાં વાપર્યા પછી પાડોશીઓને આપવા માટે પણ વધશે એટલું ઉગશે


2. લીમડામાં કીટનાશક ગુણ હોય છે. કડવો લીમડો કોઈ પણ અનાજને સુરક્ષિત રાખવાનો બેસ્ટ રસ્તો છે. ચોખાને પણ જ્યારે તમે સ્ટોર કરો તો ચોખાના કન્ટેનરમાં લીમડાના પાન રાખી દેવા જોઈએ. આ પાનને પહેલા સુકવી લેવા અને પછી મૂકવા. લીમડાના પાનની સાથે તમે સુકા લાલ મરચાં પણ રાખી શકો છો. 


આ પણ વાંચો: માથાના દુખાવાથી મિનિટોમાં મળશે રાહત, દવા કરતાં વધારે ઝડપથી અસર કરશે આ ઘરેલુ નુસખા


3. ચોખામાં ધનેડા ન પડે તે માટે તેમાં કાળા મરી પણ મૂકી શકાય છે. ચોખાને જે ડબ્બા કે કોઠીમાં ભરો તેમાં વચ્ચે વચ્ચે થોડા કાળા મરી પણ મૂકી દેવા. કાળા મરીથી ચોખામાં જીવજંતુ કે ધનેડા નહીં પડે. કાળા મરીથી ચોખાને પણ કોઈ નુકસાન થતું નથી.


4. ચોખા ભરેલું વાસણ કે કોઠી વધારે ગરમી હોય તેવી જગ્યાએ રાખવાથી પણ તેમાં જીવજંતુ પડી શકે છે. તેથી ગરમી વાળી જગ્યાથી ચોખાને દૂર રાખો. જો તમે આખા વર્ષ માટે ચોખા સ્ટોર કરતા ન હોય અને થોડા ચોખા લાવીને રાખતા હોય તો તેને તમે ફ્રીજમાં પણ રાખી શકો છો.


આ પણ વાંચો: આ રીતે વાળમાં ગ્લિસરીનનો કરો ઉપયોગ, ટ્રીટમેન્ટ વિના વાળ થશે મજબૂત, શાઈની અને સ્મુધ


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)