Rice Water: વધારે વજન આજના સમયની સૌથી ગંભીર સમસ્યા છે. બેઠાડું જીવનશૈલી અને ખરાબ આહારના કારણે લોકો સ્થૂળતાનું શિકાર થઈ જાય છે. વધારે વજન હોય તો ઘણી બધી બીમારીઓનું જોખમ પણ વધે છે. વજનના કારણે શરીરના મહત્વપૂર્ણ અંગ જેમકે લીવર, કિડની, હાર્ટ પર પ્રેશર વધે છે અને ધીરે ધીરે આ અંગો ખરાબ થઈ શકે છે. વધારે વજન હોય તો હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને કિડનીની બીમારીનું જોખમ પણ રહે છે. જો આ બીમારીઓથી બચવું હોય અને વજન પણ ઘટાડવું હોય તો આહાર અને નિયમિત વ્યાયામ પર ફોકસ કરવું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Weight Loss: પેટ ઘટાડવામાં રામબાણ છે આ બીજ, એક મહિનામાં દેખાવા લાગશો સ્લિમ ટ્રીમ


વજન ઘટે તે માટે ઓછામાં ઓછી 30 મિનિટ કોઈપણ એક્સરસાઇઝ કરવી અને સાથે જ આહારમાં હેલ્ધી વસ્તુઓનો સમાવેશ કરવો. સાથે જ દિવસ દરમિયાન એવી વસ્તુનું સેવન કરવું જે ઝડપથી ચરબી બાળવામાં મદદ કરે. આજે તમને આવા જ એક ડ્રિન્ક વિશે જણાવીએ જે ઝડપથી ચરબી ઓગાડવામાં મદદ કરે છે. 


સામાન્ય રીતે ચોખા વિશે માનવામાં આવે છે કે તેનાથી વજન વધે છે. પરંતુ ચોખાનું પાણી વજન ઘટાડી પણ શકે છે. આજે તમને ચોખાનો આવો જ એક નુસખો જણાવીએ જે ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરશે. 


આ પણ વાંચો: Increase Height: બાળકોને રોજ ખવડાવો આ સુપરફૂડ્સ, ઉંમર અનુસાર વધતી રહેશે લંબાઈ


ભાત બનાવતી વખતે ચોખાને જે પાણીમાં ઉકાળવામાં આવે છે તે પાણીને માંડ કે કાંજી પણ કહેવાય છે. ભાત બનાવ્યા પછી વધેલું પાણી ઉપયોગમાં લેવાનું હોય છે. જ્યારે પણ ભાત બનાવો ત્યારે એક કપ પાણી એક્સ્ટ્રા ઉમેરવું. ભાત બની ગયા પછી આ પાણીને ગાળીને અલગ રાખો. પાણી ઠંડુ થઈ જાય પછી તેને સૂપની જેમ પી લેવું. 


ચોખાનું પાણી પીવાથી થતા ફાયદા 


આ પણ વાંચો: Red Chutney: દાઢે વળગી જાશે તલની લાલ ચટણીનો ચટાકેદાર સ્વાદ, ટ્રેન્ડિંગ છે આ રેસિપી


1 ચોખાનું પાણી પાચનતંત્ર માટે ફાયદાકારક છે. તેનાથી ડાયજેશન સુધરે છે અને મેટાબોલિક રેટ વધે છે. સાથે જ કબજિયાત અને પેટ ફુલવાની સમસ્યામાં પણ ફાયદો થાય છે. 


2. બાફેલા ચોખાનું પાણી પીવાથી શરીરનું મેટાબોલિઝમ વધે છે. મેટાબોલીક રેટ વધવાથી શરીરમાં જામેલું ફેટ ઓછું કરવામાં સરળતા રહે છે 


આ પણ વાંચો: મગથી લઈ મસૂર સુધીની દરેક દાળના ગુણ અલગ, જાણો તમારા માટે કઈ દાળ છે ફાયદાકારક ?


3. બ્લડ પ્રેશર જો કંટ્રોલમાં ન રહેતું હોય તો ચોખાનું પાણી પીવું જોઈએ. ચોખાનું પાણી પીવાથી બ્લડપ્રેશર લેવલ કંટ્રોલમાં રાખવામાં મદદ મળે છે. 


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)