આ 7 રોગોનો ઈલાજ છે ચોખાનું પાણી, આહારમાં સામેલ કરતા જ તેની અસર જોવા મળશે
શું તમે જાણો છો કે ચોખાનું પાણી સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક હોય છે. જો તમે તેને દરરોજ ડાઇટમાં સામેલ કરશો તો ઘણી બીમારીથી છુટકારો મેળવી લેશો.
નવી દિલ્હીઃ Rice Water Benefits: દપેક ભારતીયના ઘરમાં ચોખા જરૂર બને છે, પરંતુ હંમેશા આપણે ભાત બનાવવા સમયે એક મોટી ભૂલ કરીએ છીએ. વાસ્તવમાં જ્યારે આપણે ભાત બનાવીએ છીએ ત્યારે તેનું પાણી ફેંકી દઈએ છીએ. જો તમે પણ આ કરો છો અથવા કરી રહ્યા છો, તો આજે જ બંધ કરો. કારણ કે તમે કદાચ નહીં જાણતા હોવ કે ચોખાનું પાણી તમારા સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે. તે ઘણા રોગોના ઈલાજમાં દવાની જેમ કામ કરે છે.તેમાં પ્રોટીન, ફાઈબર એન્ટીઓક્સીડેન્ટ, કેલ્શિયમ ડાયેટરી ફાઈબર, ઝીંક પોટેશિયમ જેવા વિપુલ પ્રમાણમાં મિનરલ્સ હોય છે. તો ચાલો જાણીએ ચોખાના પાણીથી કઇ સમસ્યાઓ દૂર કરી શકાય છે. જેથી કરીને આગલી વખતે તમે તેને ફેંકી દેવાની ભૂલ ન કરો.
ચોખાનું પાણી પીવાના ફાયદા
1. ચોખાના પાણીમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. આ કારણે, તે તમારી પાચનતંત્રને વેગ આપે છે. આનું નિયમિત સેવન કરવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. તે આંતરડામાં સારા બેક્ટેરિયાને સક્રિય કરે છે, જે તમારી પાચન તંત્રને સ્વસ્થ રાખે છે.
2. જો તમને ઉનાળામાં થાક અને એનર્જીનો અભાવ લાગે છે તો તમે ચોખાનું પાણી પી શકો છો.તે કાર્બોહાઇડ્રેટ્સથી ભરપૂર હોય છે, તેથી તેને પીવાથી એનર્જી વધે છે. ચોખાનું પાણી પીવાથી શરીરને હાઈડ્રેટ અને ઠંડુ રાખવામાં મદદ મળે છે.
આ પણ વાંચોઃ ડેન્ટિસ્ટનો ખર્ચ બચાવવા માંગો છો? તો આ 5 ટ્રિક્સથી દાંતની પીળાશ કરો દૂર
3. જો તમે તાવ દરમિયાન પણ ચોખાના પાણીનો ઉપયોગ કરો છો તો તે શરીરનું તાપમાન ઘટાડવામાં મદદ કરે છે. એવું માનવામાં આવે છે કે તે શરીરને અંદરથી ઠંડુ કરીને તાપમાનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
4. સ્કિનની ગ્લો વધારવા માટે તમે ચોખાના પાણીનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે ચોખાના પાણીમાં કોટન બોલ ડુબાડીને ચહેરા પર લગાવો. તેનાથી તમારી ત્વચામાં કુદરતી ચમક આવશે.
5. ચોખાનું પાણી વાળને અંદરથી પોષણ આપીને મજબૂત બનાવે છે, તેમાં ઈનોસિટોલ હોય છે. તે એક પ્રકારનું કાર્બોહાઇડ્રેટ છે જે વાળને મજબૂત કરવામાં અને વૃદ્ધિને પ્રોત્સાહન આપવામાં મદદ કરી શકે છે. આ ડેન્ડ્રફ અને સ્પ્લિટ એન્ડ્સને રોકવામાં મદદ કરે છે.
6. જો તમે ડાયેરિયાની સમસ્યાને દૂર કરવા માંગો છો તો તમે ચોખાનું પાણી પી શકો છો. આનાથી તમે અતિસારને ઘણી હદ સુધી નિયંત્રિત કરી શકો છો.
આ પણ વાંચો- ગરમીના કારણે વધતી Oily Skin ની સમસ્યા માટે આ ફેસપેક છે બેસ્ટ, એકવારમાં જ દેખાશે ફરક
7. ચોખાનું પાણી હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે.તેમાં ફાઈબર વિટામિન, આયર્ન, ફાયટોકેમિકલ્સ, મેગ્નેશિયમ અને પોટેશિયમ મળી આવે છે, જે હાઈ બીપીને ઓછું કરવામાં મદદ કરી શકે છે.
Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને સૂચનોને અનુસરતા પહેલા, ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube