ઝી બ્યૂરો, અમદાવાદઃ મોટાભાગના લોકોને વરિયાળી ખાવાનું ગમે છે. જો તમે પણ વરિયાળી ખાવાના શોખીન છો, તો પછી આ સમાચાર તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે, જે લોકો વરિયાળી ખાતા નથી તે પણ આ સમાચાર વાંચવા જ જોઈએ. કારણ કે વરિયાળી માત્ર મોં ફ્રેશનર જ નથી, પરંતુ તે શરીરને અનેક ગંભીર રોગોથી દૂર રાખવામાં મદદ કરે છે. વરિયાળીનું સેવન પરિણીત પુરુષો માટે કમાલ કરી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Health Tips: પરણિત પુરૂષો આ 5 વસ્તુઓનું કરો સેવન, થશે ફાયદો જ ફાયદો


વરિયાળીમાં વિટામિન સી ઉપરાંત કેલ્શિયમ, સોડિયમ, ફોસ્ફરસ, આયર્ન અને પોટેશિયમ જેવા તત્વો હોય છે..જેથી વરિયાણીને ખનિજોનું જૂથ કહેવામાં આવે છે. વરિયાળીનાં દાણા હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. એટલું જ નહીં, વરિયાળી શરીરના લોહીને સાફ કરવામાં મદદ કરે છે.ગોળ અને વરિયાળી ખાવાથી માસિક ધર્મ નિયમિત થાય છે. વરિયાળી કોલેસ્ટ્રોલ પણ નિયંત્રણ રાખવામાં મદદ કરે છે. આંખોની રોશની પણ સારી રાખે છે.


1- પુરૂષો માટે ફાયદારૂપ
વરિયાળી પુરુષોમાં કામવાસના વધારવા માટેનું કાર્ય કરે છે. વરિયાળી પુરુષોના જાતીય સ્વાસ્થ્યને વેગ આપી શકે છે. એક સંશોધન મુજબ વરિયાળીનું સેવન કરવાથી પુરુષોની જાતીય શક્તિ બમણી થાય છે. વરિયાળીમાં ઝિંક અને ફાઇબરનું પ્રમાણ ખૂબ વધારે છે, જે શીઘ્રપતનને દૂર કરવામાં મદદ કરે છે.


Body: શરીરના આ ભાગ પર તલ વાળી સ્ત્રીઓમાં હોય છે ગુણોનો ભંડાર, જાણો શરીર પર દેખાતા ટપકાનું શું છે મહત્વ


2- ક્યારે કરશો વરિયાળીનું સેવન?
જો સૂવાના સમયે એક કલાક પહેલા વરિયાળીનું સેવન કરવામાં આવે તો તે વધુ સારું રહેશે. તમે એક ગ્લાસ દૂધમાં એક ચમચી વરિયાળીનાં દાણા નાખીને પી લો. અને સૂઈ જાઓ.


Health Tips: રોજેરોજ 2 ચમચી ખાઓ આ વસ્તુ, અને બેડ પર મચાવો 'ખલબલી'


3- આંખો માટે ફાયદારૂપ
મુઠ્ઠીભર વરિયાળીનાં દાણા તમારી દ્રષ્ટિ માટે ખૂબ ફાયદારૂપ  છે. વરિયાળીના બીજમાં  વિટામિન એ હોય છે, જે આંખોની રોશની માટે મહત્વપૂર્ણ છે. પ્રાચીન સમયમાં, આ બીજના અર્કનો ઉપયોગ મોતિયાના લક્ષણોમાં સુધારો કરવા માટે થતો હતો.


4- વજન ઓછું કરવામાં મદદરૂપ
તમે વરિયાળીનું નિયમિત સેવન કરીને વજન પણ ઘટાડી શકો છો. કારણ કે વરિયાળી ફાઇબરથી ભરપૂર હોય છે. તેથી, તેનું સેવન કરવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. વરિયાળીનું સેવન શરીરના ચયાપચયને વધારવામાં મદદગાર છે. જો તમે પણ વજન ઓછું કરવા માંગતા હો, તો પછી તમે વરિયાળીનું સેવન કરવાનું શરૂ કરો.