ઝી બ્યૂરો, અમદાવાદઃ ફિલ્મોમાં અવારનવાર તમે ઈન્ટિમેટ સીન દરમિયાન સ્વેટી બોડીઝને કેમેરા પર જોઈ હશે. અનેક ગીત, જેના શબ્દો સેન્સ્યુઅલ નેચરના હોય છે. તેમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવે છે. એટ્રેક્શન ક્રિએટ કરનારા આ સીન્સ એડ સોંગ પોતાની જગ્યાએ છે અને હકીકત તેની જગ્યાએ. પરસેવો અને સેક્સનું કોમ્બિનેશન વ્યક્તિ માટે અનેક એવી સમસ્યાઓ લાવી શકે છે, જેના કારણે તેને સીધા હોસ્પિટલ જવું પડી શકે છે. ગરમીમાં પરસેવો થવો સામાન્ય વાત છે. આજ કારણે સેક્સ સંબંધ બાંધતા સમયે કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખવામાં જ તમારી ભલાઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાઈવેટ એરિયામાં પરસેવો:
ગરમીમાં પ્રયાસ કરો કે તમે એવા અંડરગારમેન્ટ્સ પહેરો, જે બ્રીધેબલ હોય. કોટન તેના માટે બેસ્ટ ઓપ્શન છે. પ્રાઈવેટ એરિયામાં પરસેવો થાય ત્યારે અનેક પ્રકારની મુશ્કેલી આવી શકે છે. આ ઈન્ફેક્શનનું કારણ બનવાની સાથે સેક્સ દરમિયાન તે સંક્રમણને સાથીમાં પણ ટ્રાન્સફર કરી શકે છે. તે એટલું વધી શકે છે કે તમારે ડોક્ટર પાસે જવાની જરૂર પડી શકે છે.


ડ્રાઈનેસ:
એકબાજુ ગરમીમાં પરસેવો મુશ્કેલી બની શકે છે તો બીજી બાજુ પ્રાઈવેટ ભાગમાં ડ્રાયનેસની સમસ્યા પણ આવી શકે છે. જોકે સમર સીઝનમાં લોકો વધારે નહાય છે અને સ્પષ્ટ છે કે આ દરમિયાન સાબુનો ઉપયોગ પણ થાય છે. તેના કારણે સ્કીન ડ્રાય થવા લાગે છે. તે જ પ્રમાણે પ્રાઈવેટ ભાગ પણ સૂકાવા લાગે છે. તેનાથી ખંજવાળની સમસ્યા થઈ શકે છે. ડ્રાય પ્રાઈવેટ પાર્ટ અને સેક્સનું કોમ્બિનેશન સ્કિનમાં અનેક કટ્સ લાવી શકે છે. જેનાથી બેક્ટેરિયાનો પ્રવેશ શક્ય બની જાય છે. તે ઘણું ગંભીર બની શકે છે.


યૂરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન:
Plos One જર્નલમાં પ્રકાશિત સ્ટડીઝના જણાવ્યા પ્રમાણે ગરમીમાં સેક્સ્યુઅલ એક્ટિવિટીઝ વધે છે. આ કારણે UTIના મામલામાં જ વધારો જોવા મળે છે. તેનાથી બચવા માટે પ્રાઈવેટ એરિયાને ક્લીન રાખવું ઘણું વધારે જરૂરી છે. સેક્સ પહેલાં બંને સાથી સ્નાન કરો. આ બંને માટે સૌથી સારો વિકલ્પ હશે, જે તમને કોઈપણ પ્રકારના કોમ્પ્લિકેશનથી બચાવશે.


પ્યૂબિક હેયર અને સ્કિન ઈરિટેશન:
જો તમે તેમાંથી છો જે પોતાના પ્યૂબિક હેર રિમૂવ કરે છે તો તમારે ગરમીમાં થોડું સાવધાન રહેવું પડશે. ખાસ કરીને જ્યારે વાત સંબંધ બાંધવાની આવે. જોકે હેર કાપતાં સમયે ગરમીમાં સ્કિન વધારે ઈરિટેટ હોય છે. એવામાં સેક્સ્યુઅલ એક્ટ પ્રાઈવેટ એરિયામાં વધારે ઈરિટેશન ઉભું કરી શકે છે. તેનાથી સ્થિતિ એવી બની શકે કે તમારે ડોક્ટરની દવા લેવી પડે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube