Cleaning Tips: 5 મિનિટમાં શર્ટના કોલરનો મેલ થઈ જશે સાફ, અજમાવો આ ટ્રીક્સ
Cleaning Tips:શર્ટના ખરાબ થયેલા કોલર અને સફેદ કપડા પર પડેલા ડાઘને દૂર કરવા 5 મિનિટનું કામ છે. આજે તમને એવા સરળ ઉપાયો વિશે જણાવીએ જેને અપનાવીને તમે શોર્ટના ગંદા કોલરને પાંચ મિનિટમાં સાફ કરી શકો છો સાથે જ કપડાં પર જો ડાઘ પડી જાય તો તેને પણ સરળતાથી દૂર કરી શકો છો.
Cleaning Tips: લાઈટ કલરના કપડા અને ખાસ કરીને વાઈટ કલરના કપડા પહેરવાથી સુંદર તો લાગે છે પરંતુ એકવાર પહેર્યાની સાથે જ તે ધોવા જેવા થઈ જાય છે. ખાસ કરીને પુરુષોના શર્ટ કોલરથી સૌથી વધુ મેલવાળા દેખાય છે. કોલરમાં ઝડપથી મેલ જામી જતો હોય છે. તો ઘણી વખત સફેદ કપડાં પર અચાનક ડાઘ પણ પડી જાય છે. આવા ડાઘને દૂર કરવામાં ગૃહિણીઓને દિવસે તારા દેખાઈ જતા હોય છે. પરંતુ આજ પછી આવું નહીં થાય.
આ પણ વાંચો: Monsoon Tips: ઘરમાંથી ગરોળી ભગાડવા અપનાવો આ 3 ટ્રીક, ગરોળીની સાથે જંતુઓ પણ ભાગી જશે
શર્ટના ખરાબ થયેલા કોલર અને સફેદ કપડા પર પડેલા ડાઘને દૂર કરવા 5 મિનિટનું કામ છે. આજે તમને એવા સરળ ઉપાયો વિશે જણાવીએ જેને અપનાવીને તમે શોર્ટના ગંદા કોલરને પાંચ મિનિટમાં સાફ કરી શકો છો સાથે જ કપડાં પર જો ડાઘ પડી જાય તો તેને પણ સરળતાથી દૂર કરી શકો છો.
કપડાના ડાઘને સાફ કરવાની ટ્રીક
આ પણ વાંચો: Silky Hair: વાળને સુંદર અને સિલ્કી બનાવવા હોય તો ટ્રાય કરો આ હેર કેર ટીપ્સ
- હાઈડ્રોજન પેરોક્સાઈડ સફેદ કપડાના ડાઘ દૂર કરવા મદદ કરે છે. શર્ટના કોલર જો વધારે ગંદા થઈ ગયા હોય તો ત્યાં હાઈડ્રોજન પેરોક્સાઈડ લગાડી કપડાને પલાળી રાખો. કપડાં બરાબર પલળી જાય પછી તેને હૂંફાળા પાણી સાથે ધોઈ લેશો તો ડાઘ નીકળી જશે.
- સફેદ કપડા પર જો ડાઘ પડી ગયા હોય તો લીંબુ અને બેકિંગ સોડા ઉપયોગી સાબિત થશે. તેના માટે એક ચમચી બેકિંગ સોડામાં એક થી બે ચમચી લીંબુનો રસ મિક્સ કરો. હવે આ મિશ્રણને ડાઘ હોય તેના પર લગાડી પાંચ મિનિટ સારી રીતે રગડો. ત્યાર પછી હુંફાળા પાણીથી કપડા ધોઈ લો.
આ પણ વાંચો: ઘરમાં અડ્ડો જમાવી રહેતા માખી, વંદા, ગરોળી, ઉંદરથી પરેશાન છો ? જાણો ભગાડવાના ઉપાયો
- જો સફેદ કપડા પર શાહીના ડાઘ પડી ગયા હોય તો તેને દૂર કરવા માટે રબિંગ આલ્કોહોલનો ઉપયોગ કરો. કપડાં ધોવાની પાંચ મિનિટ પહેલા રબિંગ આલ્કોહોલને કપડાં પર લગાડી દો. ત્યાર પછી કપડાં ધોશો તો ડાઘ નીકળી જશે.
- જમતી વખતે કોઈ વસ્તુ કપડા પર ઢોળાઈ જાય તો કપડાં પર જે જગ્યાએ ડાઘ હોય ત્યાં સૌથી પહેલા ટેલકમ પાવડર લગાવી દો. જેથી તેલ સુકાઈ જાય. ત્યાર પછી ડાઘ વાળી જગ્યા પર પાણી અને વિનેગરનું મિશ્રણ લગાવી કપડાને રાખી મૂકો. ત્યાર પછી ડિટર્જનથી કપડાં ધોશો એટલે કપડામાંથી ડાઘ નીકળી જશે.
આ પણ વાંચો: Smelly Clothes: વરસાદી વાતાવરણમાં કપડામાંથી નહીં આવે ગંદી વાસ, ટ્રાય કરો આ 5 ટ્રીક્સ
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)