નવી દિલ્હી: શિયાળો હોય કે ઉનાળો નહાવાનો એક પોતાનો જ આનંદ છે. કેટલાક લોકો બાથરૂમમાં નહાતી વખતે એ વિચારીને તમામ કપડા ઉતારી (Side Effects Of Naked Bathing) દેતા હોય છે કે, તેઓ એક બંધ રૂમમાં છે અને તેમને કોઈ જોતું નથી. મોટાભાગે હાઈ પ્રોફાઈલ ઘરોમાં મહિલાઓ હોય અથવા પુરૂષ બાથ ટબમાં નહાવાનો આનંદ લેવા માટે તમામ કપડા ઉતારી નિર્વસ્ત્ર થઈને સ્નાન કરે છે. પરંતુ જો તમે પણ એવું કરો છો તો તમે તમારું મોટું નુકસાન કરી શકો છો. વિજ્ઞાન અને આધ્યાત્મ બંને તમને આ કરવાની મંજૂરી આપતા નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિર્વસ્ત્ર થઈને ન નહાવું
સૌ પ્રથમ તમારે જાણવું જોઈએ કે, તમામ કપડા ઉતારીને નહાતા લોકોના ચહેરા પરથી ગ્લો ઓછો થઈ જાય છે. શાસ્ત્રમાં પણ નિર્વસ્ત્ર થઈને સ્નાન કરવું ખોટું માનવામાં આવે છે. આ ઉપરાંત વિજ્ઞાન પણ નગ્ન થઈને નહાવા માટે ના પાડે છે અને જો તમે ક્યાંક બહાર છો તો તમારે નહાવાના સમયે વિશેષ ધ્યાન આપવું જોઇએ. જો તમે તમારા બાથરૂમમાં હોવ અથવા અન્ય કોઈ જગ્યાએ તમારા શરીર પર એક વસ્ત્ર હોવું જોઇએ. જાણો શું છે તેની પાછળનું કારણ.


આ પણ વાંચો:- Valentine Special: આ રહ્યાં Gift Selection માટે ના Unique Ideas


શું કહે છે વિજ્ઞાન
જ્યારે તમે નહાવવા માટે બાથ ટબમાં જાઓ છો ત્યારે હવામાન અને તમારા શરીરના તાપમાન પ્રમાણે પાણીનું તાપમાન અલગ હોય છે. શરીર પર પાણી પડવાથી આપણા શરીરમાં અનુકૂલન થયા છે અને કેટલીકવાર આપણું શરીર તેને અચાનક એક્સેપ્ટ કરતું નથી. આ સ્થિતિમાં જો તમારા શરીર પર કપડા હોય તો તે પાણી અને શરીરના તાપમાન વચ્ચે સમન્વય બનાવે છે. આવામાં કોઈ અઘટિત થવાની આશંકા હોતી નથી. તેથી જ્યારે પણ તમે નહાવા જાઓ છો ત્યારે તમારા શરીર પર પાતળા કપડા રાખો.


આ પણ વાંચો:- Propose Day 2021: આવી રીતે કહો પાર્ટનરને દિલની વાત..આ રહી રોમેન્ટિક TIPS


તકનીકીની દ્રષ્ટિએ
આ સિવાય જો તમે તમારા ઘરની બહાર અન્ય કોઈ જગ્યાએ હોવ તો ખૂબ સમજદારીથી સ્નાન કરો. તમામ બાર, હોટલ અને અન્ય લોકોના બાથરૂમનો ઉપયોગ કરવાનો સૌથી મોટો ભય એ છે કે, બાથરૂમમાં ગુપ્ત કેમેરો ન હોઈ શકે. ઘણા મોટા મોટા બાર લોકોના બાથરૂમમાં ગુપ્ત કેમેરાથી તેમના ગંદા વીડિયો બનાવવાના ગંભીર કેસમાં પ્રકાશમાં આવ્યા છે. તેથી જો તમે ઘરની બહાર છો તો નહાવા માટે ખાસ ધ્યાન રાખો.


આ પણ વાંચો:- જાણો જીવનમાં સંબંધોને સાચવી રાખવાની કળા કેવી રીતે કેળવવી?


આધ્યાત્મિક રીતે
પદ્મપુરાણ અને શ્રીમદ ભાગવતમાં તેનો ઉલ્લેખ છે જ્યારે જ્યારે ગોપીઓ નદીમાં નગ્ન સ્નાન કરવા ગઈ હતા, ત્યારે શ્રી કૃષ્ણ તેમના કપડા ચોરીને ઝાડ પર લટકાવી દેતા હતા અને જ્યારે તે કપડા વગર બહાર આવી શકતી નથી. શ્રી કૃષ્ણ કન્યાઓને પૂછે છે જ્યારે નિર્વસ્ત્ર થઈ પાણીમાં ગઈ હતી ત્યારે કોઈ શરમ નહોતી આવી. ગોપીઓએ કહ્યું, ત્યારે અહીં કોઈ ન હતું. ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું હતું કે, અહીં આકાશમાં ઉડતા પક્ષીઓ અને જમીન પર ચલતા જીવોએ તેમને નિર્વસ્ત્ર જોય. જલમાં હાજર જીવોએ તેમને નિર્વસ્ત્ર જોયા અને પાણીમાં નિર્વસ્ત્ર થઈને પાણીમાં પ્રવેશ કરતા જળ સ્વરૂપમાં હાજર વરૂણ દેવે તમને નિર્વસ્ત્ર જોયા, અને આ તેમનું અપમાન છે અને તમે આ માટે પાપના ભોગી છો. તેથી શાસ્ત્રોમાં પણ નિર્વસ્ત્ર થઈને નહાવા માટે ના પાડવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube