Side Effects: તમને નવરા બેઠા છે આ આદત, ઘણીવાર આ મજા તમને પડી શકે છે ભારે
Cracking Fingers Side Effects: તમને તો આ ટેવ નથી ને, જો તમને પણ હોય તો આ નુકસાન કરાવે છે. તમે દિવસ દરમિયાન ઘણીવાર મજા લેવા માટે પોતાની આંગળીઓના ટચાકા પાડતા હશો. આમ કરવાથી તમારા સ્વાસ્થ્યને શું નુકસાન થાય છે અને તમારે આમ કેમ ન કરવું જોઇએ, આવો આ વસ્તુઓ વિશે જાણીએ.
Cracking Knuckles : આપણે દિવસ દરમિયાન કેટલીવાર આંગળીઓના ટચાકા પાડીએ છીએ. આંગળીઓના ટચાકા પાડતી વખતે તેમાંથી અવાજ કેમ આવે છે અને આમ વારંવાર કરવાથી આપણા સ્વાસ્થ્ય પર શું અસર પડે છે, શું તમે ક્યારેય વિચાર્યું છે? આજે અમે તે બધા પ્રશ્નોનો જવાબ આપીશું. તમે પણ ઘણીવાર નોટીસ કર્યું હશે કે બેઠા બેઠા ઘણા લોકો આંગળીઓના ટચાકા પાડતા રહે છે. આમ કરવામાં ઘણી મજા આવે છે અને એવું મહેસૂસ થાય છે કે હાથનો થાક ઉતરી ગયો હોય. આવો જાણીએ.
આ માટે આવે છે અવાજ
તમે હંમેશા જોયું હશે કે ક્યારેય પણ આંગળીઓના ટચાકા બાદ તમે તેને ફરીથી ટચાકા પાડશો તો અવાજ આવશે નહી. તમને ફરીથી અવાજ સાંભળવા માટે ઓછામાં ઓછી 20 મિનિટનો સમય રાહ જોવી પડશે. તમને જણાવી દઇએ કે બોડીના જોઇન્ટમાં એક Fluid હોય છે, જેને સાઇનોવિયલ ફ્લૂઇડ ( Synovial Fluid)કહે છે. આંગળીઓના ટચાકા પાડતી વખતે આ જોઇન્ટની વચ્ચે Fluid નો ગેસ બહાર નિકળે છે અને તેની અંદરના જે બનેલા બબલ્સ પણ ફૂટવા લાગે છે. તેના લીધે આંગળીઓના ટચકાનો અવાજ આવે છે.
આ પણ વાંચો: How To Make Papaya Halwa: પપૈયાનો હલવો ખાવાથી પેટની સમસ્યાથી મળશે છુટકારો
આ પણ વાંચો: Lucky Moles: શરીરના આ ભાગમાં તલવાળા બની જાય છે કરોડપતિ, રાજાઓ જેવું જીવે છે જીવન
આ પણ વાંચો: નાક બંધ હોવાથી શ્વાસ લેવામાં પડી રહી છે તકલીફ, તાત્કાલિક રાહત માટે આ 3 પોઈન્ટ દબાવો
રિસર્ચમાં આવ્યું સામે
એક રિસર્ચ અનુસાર વાંવાર આંગળીઓના ટચાકા પાડવાથી Synovial Fluid ઓછું થવા લાગે છે. આ Fluid ગ્રિસિંગનું કામ કરે છે એટલા માટે જો સંપૂર્ણપણે પુરૂ થઇ જાય તો તેનાથી હાડકાંમાં દુખાવો વધવા લાગે છે.
શું આંગળીઓ ટચાકાથી આર્થરાઇટિસ થાય છે?
જોકે કેટલાક રિસર્ચમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે તેનાથી સાંધાના દુખાવાની સમસ્યા વધે છે. એટલા માટે તમે જેટલા આંગળીઓના ઓછા ટચાકા પાડશો એટલું તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. કેટલાક લોકો એવું માને છે કે જો આંગળીઓના વારંવાર ટચાકા પાડવામાં આવે તો તેનાથી આર્થરાઇટિસની સમસ્યા થઇ શકે છે. પરંતુ એવું કંઇ નથી, ઘણા ડોક્ટર્સ પણ એવું માને છે કે આંગળીઓના ટચાકાથી અર્થરાઇટિસ થતો નથી.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી)
આ પણ વાંચો: Gold Rate Today : સોના-ચાંદીના ભાવ ફરી આસમાને, 10 ગ્રામ સોનાના ભાવ બજેટની બહાર
આ પણ વાંચો: Pending Financial Work: માત્ર એક અઠવાડિયું, આજે જ પૂરા કરી લેજો કામ, નહીં તો પસ્તાશો
આ પણ વાંચો: PM એ લોન્ચ કરી આ ખાસ App: હવે ન તો પાઈપલાઈન તૂટશે અને ન તો ઈન્ટરનેટ કનેક્શન કપાશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube