How to Check Adulteration of Milk: દરેક ઘરમાં દૂધનો ઉપયોગ થાય છે. દૂધનો ઉપયોગ ચા કોફી સિવાય અન્ય ઘણી બધી વસ્તુઓમાં પણ થાય છે. આ સિવાય સ્વાસ્થ્ય સંબંધિત લાભ માટે પણ લોકો દૂધનું સેવન કરે છે. પરંતુ શું તમે વિશ્વાસ સાથે કહી શકો છો કે તમારા ઘરમાં આવતું દૂધ શુદ્ધ છે ? દૂધમાં પાણી ઉમેરવાની વાત તો સામાન્ય થઈ ગઈ પરંતુ કેટલીક જગ્યાએ દૂધમાં ડિટરજન્ટ પાવડર અથવા તો યુરિયા પણ મિક્સ કરવામાં આવે છે. આ પ્રકારનું દૂધ પીવાથી સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દૂધમાં મિલાવટ કરીને લોકો પોતાનો નફો વધારે છે. દૂધ વધારવા માટે તેમાં પાણી ઉપરાંત ખતરનાક યુરીયા અને ડીટરજન્ટ પાવડર નો ઉપયોગ પણ થાય છે. આ પ્રકારનું દૂધ પીવાથી પૈસાનું નુકસાન તો થાય જ છે પરંતુ સ્વાસ્થ્યને પણ ગંભીર અસર થઈ શકે છે. આજે તમને દૂધ શુદ્ધ છે કે મિલાવટ વાળુ તે જાણવાની કેટલીક સરળ ટિપ્સ જણાવીએ. આ ટિપ્સની મદદથી તમે ઘર બેઠા ચેક કરી શકો છો કે તમારા ઘરે આવતું દૂધ શુદ્ધ છે કે તેમાં ભેળસેળ થયેલી છે.


આ પણ વાંચો:


વાળને સફેદ થતાં અટકાવવા હોય તો લીમડો અને નાળિયેર છે બેસ્ટ, આ રીતે કરવો ઉપયોગ


Pressure Cooker ની સીટી થઈ હોય લીક તો આ રીતે જાતે જ કરી લો રીપેર, 5 મિનિટનું છે કામ


કોઈપણ જાતના વધારાના ખર્ચ વિના 10 મિનિટમાં ઘરે બનાવો નેચરલ હેર ડાઈ


ભેળશેળયુક્ત દૂધ કેવી રીતે ચેક કરવું ?


સ્લીપ ટેસ્ટ


આ ટેસ્ટ કરીને તમે દૂધની શુદ્ધતાને પારખી શકો છો. તેના માટે દૂધના ચારથી પાંચ ટીપાને એકદમ સાફ કરેલી જમીન પર મૂકો. જો દૂધ તરત જ વહી જાય અને તેમાં નિશાન નિશાન ન પડે તો સમજી લેવું કે દૂધમાં ભેળસેળ થયેલી છે. પરંતુ જો દૂધ ધીરે ધીરે વહેતું હોય અને સફેદ નિશાન થઈ જાય તો તે દૂધ શુદ્ધ હોય છે.


સ્મેલ ટેસ્ટ


તમે સુગંધ વડે પણ દૂધ અસલી છે કે ભેળસેળયુક્ત તે જાણી શકો છો. દૂધને વાટકીમાં લઈને તેને સૂંઘવું. જો દૂધ શુદ્ધ હશે તો તેમાં કોઈ પણ પ્રકારની ગંધ નહીં આવે પરંતુ જો તેમાં ભેળસેળ થઈ હશે તો તેમાંથી બદબુદાર ગંધ આવશે.


લીટમસ ટેસ્ટ


દૂધમાં ભેળસેળ કરવા માટે ઘણા લોકો યુરિયાનો ઉપયોગ કરે છે. પાણી અને યુરિયાના મિશ્રણથી દૂધ જેવું સફેદ લિક્વિડ તૈયાર થાય છે. તેને અસલી દૂધમાં મિક્સ કરી દેવામાં આવે છે. જો યુરિયા વાળું દૂધ છે કે નહીં તે ચેક કરવું હોય તો અડધી ચમચી દૂધમાં સોયાબીન પાવડર મિક્સ કરો અને હલાવો. ત્યાર પછી આ મિશ્રણને એક લિટમસ પેપર ઉપર રાખવું અથવા તો પેપરને તેમાં ડુબાડો. જો પેપરનો રંગ લાલમાંથી બ્લુ થઈ જાય તો સમજી લેવું કે દૂધમાં યુરિયા મિક્સ કરેલું છે. 


કલર ટેસ્ટ


દૂધની શુદ્ધતા ચેક કરવા માટે તમે કલર ટેસ્ટ પણ કરી શકો છો. પ્યોર દૂધનો રંગ એકદમ સફેદ હોય છે જ્યારે ભેળસેળ યુક્ત દૂધનો રંગ થોડો ડાર્ક હોય છે.


 


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)