તમે તો બજારમાંથી નથી ખરીદ્યુંને નકલી સિંધવ મીઠું ? આ 3 રીતે ચકાશો મીઠું અસલી છે કે નકલી
Kitchen Hacks: હાલ બજારમાં દરેક વસ્તુમાં જે રીતે ભેળસેળ થાય છે તેવી રીતે સિંધવ મીઠામાં પણ ભેળસેળ થાય છે. તો જો તમે પણ નવરાત્રીના ફરાળ માટે મીઠું ખરીદ્યું છે તો એકવાર ચેક કરી લેજો..
Kitchen Hacks: 22 માર્ચથી ચૈત્રી નવરાત્રીની શરૂઆત થવા જઈ રહી છે આ સમય દરમ્યાન લોકો વ્રત કરે છે. સામાન્ય રીતે ઘરમાં કોઈ વ્રત કરે તો તેના ભોજનમાં અથવા તો ફરાળની વાનગીમાં સિંધવ મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ હાલ બજારમાં દરેક વસ્તુમાં જે રીતે ભેળસેળ થાય છે તેવી રીતે સિંધવ મીઠામાં પણ ભેળસેળ થાય છે. તો આજે તમને જણાવીએ સિંધવ મીઠું અસલી છે કે નકલી તે જાણવાની રીત વિશે. તમે આ રીતે મીઠું ચકાસીને ખરીદશો તો અસલી સિંધવ મીઠું ક્યું છે તે સરળતાથી ઓળખી લેશો.
આ પણ વાંચો:
ચોખા નવા છે કે જુના આ બે ટીપ્સની મદદથી ઓળખો અસલી બિરિયાની રાઈસ
રાત્રે સુતા પહેલા પગ ધોવા છે જરૂરી, જાણો તેનાથી થતા સ્વાસ્થ્ય લાભ વિશે
ચીકણા થઈ ગયા છે રસોડામાં રાખેલા પ્લાસ્ટિકના ડબ્બા ? તો આ રીતે કરો તેને સાફ, ચમકી જશે
1. સિંધવ મીઠું નકલી છે કે અસલી તે ચકાસવા માટે બટેટાની મદદ લઈ શકાય છે. બટેટાને અડધું કાપી અને તેના ઉપર મીઠું લગાડવું. ત્યાર પછી તેના ઉપર લીંબુનો રસ ઉમેરવો. જો સિંધવ મીઠામાં મિલાવટ થઈ હશે તો તેનો રંગ અલગ થવા લાગશે જ્યારે અસલી મીઠું હશે તો તેનો રંગ બદલશે નહીં.
2. મીઠું અસલી છે તે ચકાસવું હોય તો ગરમ પાણીનો ઉપયોગ કરી શકાય છે. એક કપ પાણીને ગરમ કરવું અને તેમાં એક ચમચી લીંબુનો રસ ઉમેરવો. ત્યાર પછી તેમાં સિંધવ મીઠું ઉમેરી તેને ઉકાળો. મીઠું અસલી હશે તો પાણીમાં તરત ભળી જશે. જો મીઠામાં ભેળસેળ થયેલી હશે તો પાણીમાં ઝડપથી ઓગળશે પણ નહીં અને પાણીનો રંગ પણ બદલી જશે.
3. તમે રૂની મદદથી પણ મીઠા ને ચકાસી શકો છો. તેના માટે એક વાટકીમાં લીંબુનો રસ કાઢી અને તેમાં રૂને બરાબર ભીનું કરો. હવે આ રૂની ઉપર મીઠું ભભરાવો. ત્યાર પછી રૂ ને એમ જ રહેવા દો થોડી જ મિનિટોમાં તમને મીઠું અસલી છે કે નકલી ખબર પડી જશે. અસલી મીઠું હશે તો રંગ બદલશે નહીં અને ઓગળી જશે જ્યારે નકલી મીઠું હશે તો રૂ નો રંગ બદલી જશે.