Beauty Tips: Skin Care માટે અજમાવો આ ઉપાય, આ ડેઈલી સ્કીન કેર હેબિટ્સથી થશે ફાયદો
જો તમારે તમારી સ્કીનનું ધ્યાન રાખવું છે અને તેને આકર્ષિત બનાવવી છે તો તમારે અમુક સ્કીન માટેની હેબિટ્સ પાડવી પડશે. તો જોઈએ સ્કીનને સુંદર દેખાડવા માટેની ટિપ્સ.
ઝી બ્યૂરો, અમદાવાદઃ દરરોજ સ્કીન માટે ટાઈમ કાઢવો પડે એટલો સમય હાલ કોઈ પાસે નથી હોતો. સ્કીનની સંભાળ રાખવા માટે આપણે અઠવાડિયામાં એક વાર કે પછી મહિને પંદર દિવસે કંઈક નુસ્ખા અપનાવતા હોઈએ છીએ. વર્તમાન સમયમાં દરેકની લાઈફ એટલી વ્યસ્ત થઈ ગઈ છે કે તેના કારણે થાક પણ વધુ લાગે છે અને આ થાકની અસર શરીર અને ત્વચા પર પડે છે. જેના કારણે થોડા જ વર્ષમાં તમારી સ્કીન તમારી ઉંમર કરતાં વધારે ઉંમરલાયક લાગશે. કામની સાથે સાથે સ્કીનનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. માટે જો તમારે તમારી સ્કીનનું ધ્યાન રાખવું છે અને તેને આકર્ષિત બનાવવી છે તો તમારે અમુક સ્કીન માટેની હેબિટ્સ પાડવી પડશે. તો જોઈએ સ્કીનને સુંદર દેખાડવા માટેની ટિપ્સ.
સુંદર ત્વચા છે સુંદરતાની ચાવી:
જો શ્યામ સ્કીન પર ગ્લો આવી જાય તો તે ગોરી ત્વચાથી પણ વધુ સુંદર અને આકર્ષક લાગે છે. પરંતુ તેનો મતલબ એવો નથી કે દિવસ-રાત તમે ત્વચા પર કોઈને કોઈ ક્રિમ રગડ્યા કરો. ત્વચાની સંભાળ રાખવા ફક્ત અમુક બાબતોનું ધ્યાન રાખો.
1. દરરોજ 8થી 10 ગ્લાસ પાણી પીવો
2. સપ્તાહમાં ઓછામાં ઓછા બે વાર ફેસ પેક લગાવો
3. સુપ્તાહમાં બે વખત સ્ક્રબનો ઉપયોગ કરો
4. વધારે ગરમ પાણીથી ન્હાવાનું ટાળો
-ત્વચાના રંગનું નથી વધુ મહત્વ
સુંદર લાગવા માટે સૌથી વધારે મહત્વન સ્કીનનું છે. સ્કીનનો રંગ કેવો છે તેનાથી વધારે ફરક નથી પડતો. કેમ કે તમારી સ્કીન ટોનથી તમારી ત્વચા સુંદર નથી લાગતી. સ્કીન પર ગ્લો હશે તો તમે વધુ સુંદર લાગશો.
જો તમે સ્કીનને સુંદર બનાવવા માગો છો તો દરરોજ આ વસ્તુઓનું સેવન કરો:
1. એક કટોરી દહીં
2. દરરોજ એક કેળુ તો ખાવું જ
3. એક કટોરી દહીં
4. સવારે અને સાંજે 1-1 ગ્લાસ દૂધ
5. અનાનસ (1થી 2 પીસ)
6. એક મુઠ્ઠી ડ્રાઈ ફ્રૂટ્સ અને અખરોટ
ક્યારેય ન ભૂલો આ વસ્તુઓઃ
સ્કીનમાં નવી ઉર્જા નાખવા માટે દરરોજ ભૂલ્યા વગર અમુક વસ્તુઓને ખાસ યાદ રાખીને કરવી. જેથી પેટની સાથે સાથે સ્કીનની ભૂખ પણ શાંત થઈ જશે. દરરોજ અમુક વસ્તુઓનું સેવન કરવાથી ત્વચાને પોષણ મળે છે. જેમાં ખાસ કરીને...
1.દરરોજ દિવસમાં ઓછામાં ઓછા બે વખત ચહેરાને પાણીથી સાફ કરો
2.ચહેરાને જોયા પછી અવશ્ય મોઈશ્ચરાઈઝર લગાવો
3.ચહેરા પર ટોનિંગ કરવાનું ન ભૂલો
4.જો તમે વર્કિંગ વુમન છો તો ઓફિસમાં લંચ ટાઈમે કોટન પર ગુલાબજળથી ચહેરાને સાફ કરી દો.
5.ગુલાબજળને આંખોની આસપાસ અપ્લાય કરો. જેનાથી સ્કીન ફ્રેશ અને રિજુવનેટ થઈ જશે. સ્કીનને સુંદર અને તાજગીવાળી બનાવવા માટે ગુલાબજળનો ઉપયોગ અવશ્ય કરો.