Beauty Tips: મકર સંક્રાંતિનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. મોટાભાગના લોકો આ દિવસની ઉજવણી ધાબા પર ચઢી પતંગ ચગાવીને પરિવાર સાથે કરે છે. ગુજરાતમાં તો સવારથી સાંજ સુધી લોકો ધાબા પર રહી પતંગ ચગાવી તેમજ ખાણીપીણીનો આનંદ માણે છે. ઠંડીની ઋતુમાં ધાબા પર તડકામાં બેસવાની મજા તો આવે છે પરંતુ તેનાથી સ્કીનને નુકસાન પણ થઈ શકે છે. તેથી તડકામાં જો કલાકો સુધી રહેવાનું હોય તો કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું. તડકામાં જતા પહેલા જો તમે આ બાબતોનું ધ્યાન રાખશો તો તમારી ત્વચાને તડકાના કારણે કોઈ નુકસાન નહીં થાય.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Skin Care: ચહેરા પર પડેલી કરચલીઓને દુર કરી શકે છે બરફ, જાણો ઉપયોગ કરવાની રીત


સનસ્ક્રીન


શિયાળામાં પણ જો તમારે કલાકો સુધી તડકામાં રહેવાનું હોય તો સનસ્ક્રીન લગાડવું જરૂરી છે. સનસ્ક્રીન લગાડવાથી યુવી રેઈઝ ત્વચાને ડાયરેક્ટ અસર કરી શકતી નથી. તેથી ત્વચાની સમસ્યાઓ પણ થતી નથી. 


ફુલ સ્લીવના કપડા


તડકાના કારણે માત્ર ચહેરાને જ નુકસાન થાય તેવું નથી. હાથ અને પગની ત્વચાને પણ નુકસાન થઈ શકે છે તેથી પતંગ ચઢાવવા માટે ધાબા પર ચડો તે પહેલા ફૂલ સ્ક્રીનના કપડા પહેરો જેથી શક્ય હોય તેટલી સ્કીન કવર થઈ જાય અને ડાયરેક્ટ સન લાઇટથી બચે.


આ પણ વાંચો: 2 વસ્તુના ઉપયોગથી ઘરે બનાવો સ્ક્રબ, 5 મિનિટમાં ડેડ સ્કિન થશે દુર અને ખીલી જશે ત્વચા


હેટ પહેરો 


સવારનો કુણો તડકો તો નુકસાન નથી કરતો પણ જેમ જેમ દિવસ ચડે છે તેમ સૂર્યનો તડકો પણ આંકરો થાય છે જે ત્વચાને ડેમેજ કરી શકે છે આવી સ્થિતિમાં ત્વચાને અને વાળને ડાયરેક્ટ તડકાથી બચાવવા માટે હેટ પહેરો.


તડકામાં બેસવાનું ટાળો


આ સિવાય જો શક્ય હોય તો એક કલાકથી વધુ સમય સુધી તડકામાં ન બેસવું. ખાસ કરીને બપોરનો તડકો ત્વચાને ડેમેજ કરે છે તેથી શક્ય હોય તો આ સમય દરમિયાન તડકામાં રહેવાનું ટાળવું.


આ પણ વાંચો: Til Ladoo Recipe: આ માપ અને રીતથી ઘરે બનાવશો તલના લાડુ તો બનશે એકદમ ક્રિસ્પી


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)