COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવી દિલ્લીઃ નિખરેલી ચામડી મેળવવી દરેક મહિલાનું સપનું હોય છે. તેના માટે મહિલાઓ પોતાની સ્કિન પર અનેક પ્રકારની વસ્તુઓનો ઉપયોગ કરે છે. એવામાં જો તમે પણ ખૂબસૂરત ત્વચા જાળવી રાખવા માગતા હોય તો રાત્રે સૂતાં પહેલાં કેટલીક ટિપ્સને ફોલો કરવી પડશે. તેનાથી તમારી ત્વચા ગ્લોઈંગ અને નિખરેલી જોવા મળશે.


દરેક મહિલા ઈચ્છે છે કે તેમની સ્કીન ગ્લોઈંગ અને હેલ્ધી જોવા મળે. તેના માટે મહિલાઓ અનેક ઉપાય અજમાવે છે. અનેક મહિલાઓ તેના માટે ઘરેલુ ઉપાય અજમાવે છે. જ્યારે ઘણી મહિલાઓ પાર્લરમાં જઈને બ્યૂટી ટ્રીટમેન્ટ કરાવે છે. પરંતુ શું તમે વિચારો છો કે રાત્રે સૂતા પહેલાં જો તમે કેટલીક ટિપ્સ અજમાવશો તો ગ્લોઈંગ સ્કિન મેળવી શકો છો. તેનાથી તમારે પાર્લરમાં હજારો રૂપિયા ખર્ચ કરવાની જરૂર નહીં પડે.


સૂતાં પહેલાંની ભૂલો પડી શકે છે ભારે:
ગ્લોઈંગ સ્કિન માટે ક્લીઝિંગ અને ટોનિંગ ઉપરાંત નાઈટ કેર રૂટિનને ફોલો કરવી પણ ઘણી જરૂરી હોય છે. એવામાં અનેક મહિલાઓ રાત્રે સૂતાં પહેલાં એવી વસ્તુ કરે છે જેનાથી સ્કિન પર ખરાબ અસર પડે છે. આજે અમે તમને આવી જ કેટલીક ભૂલો વિશે બતાવવા જઈ રહ્યા છીએ જે દરેક મહિલા સૂતાં પહેલા કરે છે. આ ભૂલ માત્ર તમારી ત્વચાને ગ્લોહીન બનાવે છે. પરંતુ હકીકતમાં આ તમારી ત્વચાને ધીમે-ધીમે ખરાબ કરવાનું શરૂ કરી દે છે. એવામાં જો તમે પણ સોશિયલ મીડિયા પર મોડલ્સની ફ્લોલેસ સ્કીનને જોઈને સૂતાં પહેલાં પોતાની ત્વચા પર અનેક પ્રકારની પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો છો તો તમારે એકવાર વિચાર કરવાની જરૂર છે. જો તમે ઈચ્છો છો કે જ્યારે તમે સવારે સૂઈને ઉઠો ત્યારે તમારી સ્કિન હેલ્ધી અને ગ્લોઈંગ જોવા મળે તો તમારે કેટલીક ટિપ્સને ફોલો કરવી જોઈએ.


1. ચહેરાને ધોઈને સૂઓ:
જો તમે ચહેરો ધોયા વિના સીધા સૂઈ જાવ છો તો તમારે પોતાની આ આદત બદલવી જોઈએ. પછી ભલે તમે ચહેરા પર કોઈ મેકઅપ લગાવ્યો હોય કે નહીં પરંતુ રાત્રે સૂતાં પહેલાં ચહેરાને જરૂર સાફ કરો. પ્રદૂષણ અને ગંદકી આપણા ચહેરા પર ઘણા પ્રમાણમાં જમા થાય છે. જ્યારે તમે સૂઈ રહ્યા હોવ છો ત્યારે આપણી ત્વચા નવી કોશિકાઓનું નિર્માણ કરે છે. રાત્રે ચહેરો ન ધોવાથી ધૂળ અને માટીના કણ રોમછિદ્રને બંધ કરી દે છે. જેનાથી ત્વચા ગ્લો કરવાનું બંધ કરી દે છે.


2. મોડેથી ફેસ વોશ કરવો:
અનેક મહિલાઓ કામ પરથી આવ્યા પછી કંઈ પણ કરતાં પહેલાં થોડો આરામ કરવાનું પસંદ કરે છે. એવામાં જરૂરી છે કે તમે મોડું કર્યા વિના સૌથી પહેલા તમારા ચહેરાને સાફ કરો. તમારે ચહેરો ધોવા માટે સૂવાની રાહ ન જોવી જોઈએ. ચહેરો સાફ કરવામાં મોડું કરવાથી મેકઅપ પ્રોડક્ટ્સ રો છીદ્રને બંધ કરી દે છે.


3. ગરમ અને ઠંડા પાણીનો ઉપયોગ:
જો તમે ચહેરાને સાફ કરતાં સમયે ઠંડા કે ગરમ પાણીનો ઉપયોગ કરતાં હોય તો તે તમારી સ્કિન માટે ઘણું ખરાબ સાબિત થઈ શકે છે. ચહેરો સાફ કરવા માટે હળવું ગરમ પાણી તમારી સ્કિન માટે ઘણું સારું હોય છે. જો તમે બહુ વધારે ઠંડુ કે ગરમ પાણીનો ઉપયોગ કરો છો તો તેનાથી તમારી સ્કિન બળવા લાગે છે.


4. મોઈશ્વરાઈઝર કરવાનું ન ભૂલશો:
હેલ્ધી સ્કિન માટે ચહેરાને સાફ કરવો ઘણો જરૂરી છે. પરંતુ તે સિવાય બીજી એવી વસ્તુ પણ છે જેને તમારે કરવી જરૂરી છે. તમારી ત્વચાને કોમળ અને ચમકદાર બનાવી રાખવા માટે ચહેરાને સાફ કર્યા પછી મોઈશ્વરાઈઝર લગાવવાનુ ન ભૂલશો. તેનાથી તમારી ત્વચા ચમકદાર રહેશે.


5. પ્રોડક્ટ્સનો ઓવર યૂઝ ન કરશો:
ચહેરા માટે કેટલાંક ઉત્પાદનનો ઉપયોગ કરવો ફાયદાકારક હોય છે. પરંતુ ધ્યાન રાખો કે કોઈપણ પ્રોડક્ટનો ઓવર યૂઝ ન કરશો. તે તમારી સ્કિન માટે ખતરનાક સાબિત થઈ શકે છે. વધારે પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાથી તમારી ત્વચા ડલ થઈ જશે અને તેમાં બળતરા થશે.


6. ફોનના ઉપયોગથી બચો:
આપણામાંથી અનેક લોકો એવા છે જે સૂવા માટે જલદી તો જતાં રહે છે. પરંતુ કલાકોના કલાક ફોનમાં કંઈક ને કંઈક જોતા રહે છે. તેનાથી માત્ર તમારી સ્કિન પર માત્ર ખરાબ અસર જ પડતી નથી. પરંતુ તમારી આંખોની આજુબાજુ પણ ડાર્ક સર્કલ્સ પણ થાય છે.