Skin Care Tips: ઈશા અંબાણી મોંઘા બ્યુટી પ્રોડક્ટથી નહીં ઘઉંના લોટના આ ફેસપેકથી વધારે છે ત્વચાની સુંદરતા
Skin Care Tips: કરોડપતિ હોવા છતાં ઈશા અંબાણી સ્કીન કેર માટે ઘરેલુ ઉપચારની મદદ લે છે. ઈશા અંબાણીએ એક મુલાકાતમાં ખુદ જણાવ્યું હતું કે તે કોઈ પણ પ્રકારના મોઈશ્ચુરાઈઝર કે ફેસવોશનો ઉપયોગ કરતી નથી. તે એક ઘરેલુ ઉપાયના કારણે આટલી સુંદર દેખાય છે. આજે તમને પણ ઈશા અંબાણીની સુંદરતાનું સિક્રેટ જણાવીએ.
Skin Care Tips: મુકેશ અંબાણી અને નીતા અંબાણીની લાડકી દીકરી ઈશા અંબાણીને કોણ નથી ઓળખતું ? ઈશા અંબાણી પણ પરિવારના બિઝનેસને આગળ વધારી રહી છે. ઇશા અંબાણી તેની બિઝનેસ સ્કીલ સાથે તેની સુંદરતા માટે પણ ચર્ચામાં રહે છે. અરબોની માલકીન ઈશા અંબાણી પોતાની ત્વચાનું ધ્યાન રાખવા માટે મોંઘી મોંઘી પ્રોડક્ટ નો ઉપયોગ કરતી હશે તેવું મોટાભાગના લોકો માનતા હશે. પરંતુ કરોડપતિ હોવા છતાં ઈશા અંબાણી સ્કીન કેર માટે ઘરેલુ ઉપચારની મદદ લે છે. ઈશા અંબાણીએ એક મુલાકાતમાં ખુદ જણાવ્યું હતું કે તે કોઈ પણ પ્રકારના મોઈશ્ચુરાઈઝર કે ફેસવોશનો ઉપયોગ કરતી નથી. તે એક ઘરેલુ ઉપાયના કારણે આટલી સુંદર દેખાય છે. આજે તમને પણ ઈશા અંબાણીની સુંદરતાનું સિક્રેટ જણાવીએ.
આ પણ વાંચો: શિયાળામાં ચહેરા પર ગ્લો લાવશે મલાઈ, આ 3 વસ્તુ મિક્સ કરીને બનાવો મલાઈનું ફેસપેક
પ્રાકૃતિક વસ્તુઓ
મોટાભાગના લોકો એવું માનતા હશે કે ઈશા અંબાણી સ્ટ્રીક્ટ બ્યુટી રૂટીનને ફોલો કરતી હશે. પરંતુ એવું નથી. એક મુલાકાત દરમિયાન ઈશા અંબાણીએ પોતાની સુંદરતાનું સિક્રેટ જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે તે પોતાની ત્વચાને સાફ કરવા માટે અને ચમકદાર બનાવી રાખવા માટે પ્રાકૃતિક વસ્તુઓ પર વિશ્વાસ કરે છે અને તેવી વસ્તુઓનો જ ઉપયોગ કરે છે. ઇશા અંબાણીએ કહ્યું હતું કે તે પોતાની ત્વચાની સુંદરતા માટે કંઈ ખાસ કરતી નથી.
આ પણ વાંચો:ગુજરાતની ખરી સુંદરતાને જોવી હોય તો સુરત, અમદાવાદ નહીં દરિયા કાંઠે આવેલી આ જગ્યા જુઓ
સ્કીન કે રૂટીન જેવો તેણે કોઈ નિયમ બનાવ્યો નથી. સામાન્ય દિવસોમાં ઘરમાં તે ખૂબ જ સામાન્ય હેર સ્ટાઈલમાં જોવા મળશે. તે આખો દિવસ હેર સ્ટાઈલ કરીને ફરતી નથી. મેકઅપ વિશે તેને જણાવ્યું હતું કે કોઈ ખાસ ફંક્શન હોય તો કપડાં પ્રમાણે મેકઅપ કરવાનું પસંદ કરે છે. ઈશા દરેક લુકમાં સુંદર લાગે છે પરંતુ તેની સુંદરતા આંખના કારણે વધી જાય છે.
આ પણ વાંચો: વાળમાં ઈંડા કેવી રીતે લગાડવા? આ રીતે લગાડવાથી વાસ નહીં આવે અને હેર પ્રોબ્લેમ થશે દુર
ઈશા અંબાણી મેકઅપમાં સ્મોકી લુક રાખવાનું પસંદ કરે છે અને ન્યુટ્રલ મેકઅપ કરે છે. આ પ્રકારનો મેકઅપ તેની સુંદરતાને વધારે નિખારે છે. તે મેકઅપમાં હાઈલાઈટર વધારે પસંદ કરે છે જે ગાલને શાઈની ટચ આપે છે.
આ પણ વાંચો: 5 ઘરેલુ ઉપાયથી 7 દિવસમાં ફાટેલી એડીની તકલીફ થશે દૂર, આખો શિયાળો નહીં ફાટે એડી
ઇશા અંબાણીએ એમ પણ જણાવ્યું હતું કે તે ચહેરાની સુંદરતાને જાળવી રાખવા માટે ઘરેલુ નુસખા અને હર્બનો ઉપયોગ કરે છે. તે ત્વચા પર ફેશિયલ ગ્લો આવે અને ત્વચા ડીટોક્ષ થાય તે માટે આ ફેસપેક લગાવે છે. આ ફેસપેક બનાવવા માટે તે ઘઉંના લોટમાં હળદર, મધ, લીંબુ, એલોવેરા જેલ મિક્સ કરીને ચહેરા પર લગાવે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)