ઝી બ્યૂરો, અમદાવાદઃ શિયાળામાં તમારી ત્વચાને વધુ કાળજીની જરૂર પડે છે. ઠંડીને લીધે ત્વચા ઝડપથી નમી ગુમાવે છે, જેના કારણે ત્વચાથી ગ્લો ઓછો થઈ જાય છે. તમારી સાથે પણ આવું ન બને તે માટે ખાસ ફેસપેક બનાવવાની રીત અહી શેર કરી છે. તમે તમારા ઘરે આરામથી આ તમામ ફેસપેક બનાવી શકો છો અને ચહેરા પર લગાવી શકો છો. કોઈપણ ફેસપેકને લગાવતા પહેલા તમારા ચહેરાને સરખી રીતે સાફ કરી લો. ચહેરો સાફ કરવા માટે તમે ગુલાબજળ અને ટોનરનો ઉપયોગ કરી શકો છો. આવું કરવાથી ચહેરા પર જામેલી ધુળ, ગંદકી નીકળી જશે અને ચહેરા પર નિશાન પણ નહીં પડે.
શિયાળામાં ભૂખ્યા પેટે ખાઓ આ 7 વસ્તૂઓ થશે જબરદસ્ત ફાયદો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દૂધ ક્રિમ અને હળદરનું ફેસપેક
આ ફેસપેક બનાવવા માટે તમારે 1 ચમચી ચણાનો લોટ, અડધી ચમચી હળદર, અડધી ચમચી દુધ ક્રિમ અને થોડુ દુધની જરૂર પડશે. આ તમામ સામાગ્રીઓ સારી રીતે મિક્સ કરો. જોકે થિક પેસ્ટ ન બને ત્યાં સુધી મિક્સ કરવું જોઈએ. તૈયાર થયેલા ફેસપેકને ચહેરા પર લગાવો. માત્ર 10 મિનિટ માટે આ ફેસપેકને ચહેરા પર લગાવી રહેવા દેવું. ત્યારબાદ હળવા હાથે મસાજ કરી આ ફેસપેકને ચહેરા પરથી કાઢી લેવું. ત્યારબાદ ચહેરો ધોઈ નાખવો. દુધ ક્રિમ અને હળદરનું ફેસપેક શિયાળામાં ખુબ જ લાભદાયી નીવડે છે. જેમની ત્વચા ડ્રાઈ હોય અને સંવેદનશીલ હોય તેમની માટે તો આ ફેસપેક ખાસ ઉપયોગી નિવડે છે. આવી ત્વચાથી નમી જલદી જતી રહે છે. જેથી દુધ ક્રિમ તમારી ત્વચાને અંદર સુધી પોષણ આપે છે. તો હળદર ડ્રાઈનેસને કારણે થતી સમસ્યામાંથી મુક્તિ આપે છે અને આ સમસ્યાને સર્જાતા રોકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube