નવી દિલ્હીઃ કોઈપણ વસ્તુ વધુ માત્રામાં હોય તો નુકસાન કરે છે. તેમ ઓછી માત્રામાં હોય તો પણ તેના ગેરફાયદા હોય છે. આવું જ મીઠાની બાબતે પણ લાગુ પડે છે. મીઠું એટલે સોડિયમ ક્લોરાઇડથી બનેલું મીનરલ છે. આપણે જાણીએ જ છીએ મીઠું આરોગ્ય અને સ્વાદ બંને બાબતે ખૂબ મહત્વપૂર્ણ છે. આ એક એવું ઇન્ગ્રીડિયન્ટ છે જે એકદમ પરફેક્ટ એમાઉન્ટ પર લેવું જોઈએ. તેની જરા વધુ અને ઓછી માત્રા શરીરને નુકસાન કરે છે. તો ચાલો આજે મીઠ વિશે જાણીએ કે શું ખરેખર કાચું મીઠું ખાવું આરોગ્ય માટે હાનીકારક છે? નિષ્ણાતોના મતે દિવસમાં વધુમાં વધુ તમે અઢીથી ત્રણ ગ્રામ નમક ખાઈ શકો છો. યુવાવસ્થા દરમિયાન તમે વધુમાં વધુ 5 ગ્રામ જેટલું નમક ખાઈ શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. પકાવ્યા વગરના મીઠાની સાઇડ ઇફેક્ટ્સ-
મીઠું વધુ પડતું લેવાથી બ્લડ પ્રેશર, સ્ટમક કેન્સર, ઓબેસિટી, વજન વધવું અને દમ જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે. તમને જાણીને શોક લાગશે કે કાચા મીઠાનો ઉપયોગ તમને હૃદયની બીમારીથી લઈને કીડની સુધીની સમસ્યા લાવી શકે છે. આરોગ્ય નિષ્ણાંતો મુજબ કાચુ મીઠું સર્કુલેટરી સિસ્ટમ અને નર્વસ સિસ્ટમ બંનેને નુકસાન પહોંચાડે છે.


2. ખાવામાં ઉપરથી મીઠું કેમ ન નાખવું જોઈએ-
ઉપરથી મીઠું નાખવાથી તેમાં રહેલું આયરન પચતું નથી અને આરોગ્યની અનેક તકલીફ થાય છે. જ્યારે મીઠાને પહેલાથી ખાવામાં નાખીને પકાવવામાં આવે છે ત્યારે તેમાં રહેલા આયરનનું સ્ટ્રક્ચર સરળ થઈ જાય છે અને પચવામાં સહેલું રહે છે. જ્યારે કાચા મીઠામાં આયરન સ્ટ્રક્ચર જેમનું તેમ રહેતા શરીર પર દબાણ કરી બ્લડ પ્રેશર અને હાયપર ટેન્શન વધારે છે.


પકાવ્યા વગરના મીઠાની સાઇડ ઇફેક્ટ્સ:
ખાવામાં ઉપરથી મીઠું કેમ ન નાખવું જોઈએ
મીઠું ઓછું થાય કે વધે થાય છે મોટું નુકસાન
તો કેટલું મીઠું ખાવું જોઈએ
તરસ ઓછી કરીને ભુખ વધારે છે મીઠું
શું છે મીઠાનો પણ કોઈ ઓપ્શન ?
તો શું છે ફાઇનલ કોલ મીઠું ખાવું કે નહીં


3. મીઠું ઓછું થાય કે વધે થાય છે મોટું નુકસાન-
જી હાં, જે રીતે વધુ મીઠું ખાવાથી હાઈ બ્લડ પ્રેશર અને હાયપર ટેન્શન જેવી સમસ્યા આવે છે તેમ શરીરમાં મીઠાની ઉણપથી મૃત્યુ પણ થઈ શકે છે. એક અભ્યાસ મુજબ જે લોકો જરુરત કરતા ઓછું મીઠું ખાય છે તેમની કાર્ડિયોવસ્ક્યુલર અને બીજા કારણે મૃત્યું થવાની શક્યતા વધી જાય છે.


4. તો કેટલું મીઠું ખાવું જોઈએ-
આરોગ્ય નિષ્ણાંતો મુજબ એક પ્રૌઢ વ્યક્તિએ રોજ 2 ચમચી જેટલું મીઠું લેવું જોઈએ.  ‘એક એડલ્ટે રોજના 1 ચમચી મીઠું જેમાં 4000 મિગ્રી સોડિયમ હોય તે લેવું જોઈએ. જ્યારે હાઈ બીપી ધરાવતા લોકોએ કમસેકમ અડધી ચમચી મીઠું આખા દિવસમાં લેવું જોઈએ.’


5. તરસ ઓછી કરીને ભુખ વધારે છે મીઠું-
એક રિપોર્ટમાં કહેવામાં આવ્યા મુજબ વધુ મીઠું ખાતા લોકોને તરસ ઓછી લાગે છે અને ભુખ વધુ લાગે છે. તેથી તેની અસર તેમના ખોરાક પર પડે છે અને અંતે તેમનું વજન વધારે વધે છે.


6. શું છે મીઠાનો પણ કોઈ ઓપ્શન?
જો તમને ઉપરથી મીઠું લેવાની આદત છે તો તેના માટે સિંધાલુણ ઉપયોગ કરવાનું શરુ કરી દો. કેમ કે આ મીઠું પ્રોસેસ થયેલું નથી હોતું અને તેના કારણે તે આરોગ્ય માટે વધુ સારું છે.


7. તો શું છે ફાઇનલ કોલ મીઠું ખાવું કે નહીં-
અંતે વધુ મીઠું અને ઓછું મીઠું બંનેના ફાયદા-ગેરફાયદા જોયા બાદ એટલું ચોક્કસ છે કે તમારા ખોરાકમાં ઉપરથી મીઠું બિલકુલ બંધ કરી દો અને ક્યારેય ઓછા મીઠાવાળો ખોરાક ન ખાવ. લાઇફમાં આરોગ્ય સાથે સ્વાદનો આનંદ માણવા માટે થાળીમાં મીઠાનું બેલેન્સ જાળવી રાખો.


દિવસમાં કેટલું મીઠું ખાવું જોઈએ?
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) મુજબ, વ્યક્તિએ દરરોજ માત્ર 5 ગ્રામથી ઓછું મીઠું ખાવું જોઈએ. આનાથી વધુ મીઠું ખાવાથી કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝનો ખતરો વધી જાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા મુજબ અનેક હાઈ ઈન્કમ ધરાવતા દેશોમાં ખોરાકમાં લગભગ 75 ટકા મીઠું પ્રોસેસ્ડ ફૂડ અને બહાર તૈયાર કરેલા ખોરાકમાંથી આવે છે.