Wearing Socks While Sleeping: શિયાળામાં રાતના સમયે ઠંડીના કારણે ઊંઘ ન બગડે એ માટે સુતા પહેલા લોકો ગરમ કપડાં પહેરવાથી લઈને રૂમનું તાપમાન સંતુલિત રહે તેવી વ્યવસ્થા કરીને સુવે છે. જેમાં સૌથી સામાન્ય આદત એ હોય છે કે લોકો રાત્રે સૂતી વખતે પગમાં મોજા પહેરે છે. ઘણા લોકોને પગમાં સૌથી વધુ ઠંડી લાગતી હોય છે. પગમાં મોજા પહેરીને સુવાથી શરીરનું તાપમાન સંતુલિત રાખવામાં પણ મદદ પડે છે અને ઊંઘ પણ બગડતી નથી. મોજા પહેરીને સુવાની આદત ફાયદાકારક પણ હોઈ શકે છે અને તેના નુકસાન પણ હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Alum and coconut oil: ફટકડી અને નાળિયેર તેલથી ત્વચા પર આવશે ગ્લો અને વાળ થશે કાળા


જો તમને પણ રાત્રે મોજા પહેરીને સુવાની આદત હોય તો આજે તમને જણાવીએ એક્સપર્ટે જણાવેલા ફાયદા અને નુકસાન વિશે. આ ફાયદા અને નુકસાન વિશે જાણીને તમે જાતે જ નક્કી કરી શકો છો કે રાત્રે મોજા પહેરીને સૂવું જોઈએ કે નહીં. 


મોજા પહેરીને સુવાના ફાયદા 


આ પણ વાંચો: Gond Laddu: શિયાળામાં રોજ ખાઈ લો 1 લાડુ, ઠંડીમાં બીમાર નહીં પડો, એકદમ સરળ છે રીત


1. શિયાળામાં મોજા પહેરવાથી શરીરનું તાપમાન સ્થિર રહે છે અને હાથ-પગ ઠંડા નથી થતા જેના કારણે ઊંઘ સારી આવે છે. 


2. મોજા પહેરવાથી પગનું તાપમાન સ્થિર રહે છે અને તેનાથી મગજના સંકેત મળે છે કે સૂવાનો સમય થઈ ગયો છે જેના કારણે શરીરના આરામ મળે છે અને ઊંઘ પણ ઝડપથી આવે છે. 


મોજા પહેરીને સુવાથી થતા નુકસાન 


આ પણ વાંચો: હિરોઈન જેવી ચમકતી અને કોમળ ત્વચા જોઈએ છે? ફોલો કરવા લાગો આ 4 સ્ટેપ સ્કિન કેર રુટીન


1. જો તમે ગંદા મોજા પહેરીને સુવો છો તો ત્વચા પર પરસેવો અને ધૂળ જામે છે જેના કારણે ફંગલ ઇન્ફેક્શન થઈ શકે છે. 


2. વધારે પડતા ટાઇટ મોજા પહેરવાથી બ્લડ સર્ક્યુલેશનમાં સમસ્યા થાય છે અને તેના કારણે પગમાં શૂન્યતા આવી જાય છે. 


3. જો મોજા સિન્થેટિક કે નોન બ્રિધેબલ ફેબ્રિકના બનેલા હોય તો તેના કારણે ત્વચામાં બળતરા અને ખંજવાળ વધી શકે છે. 


આ પણ વાંચો: Itchy Skin: શિયાળામાં સ્કિનની ખંજવાળથી રાહત અપાવશે આ 5 દેશી નુસખા


ટૂંકમાં રાત્રે મોજા પહેરીને સુવાથી ફાયદો પણ થાય છે પરંતુ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે મોજા સાફ હોય અને તેનું ફેબ્રિક એવું હોય જે ત્વચાને નુકસાન ન કરે. સાથે જ રાત્રે વધારે પડતાં ટાઇટ મોજા પહેરવા નહીં. મોજા પહેરતા પહેલા પગને સારી રીતે ધોઈ, સાફ કરી અને કોરા કરી લેવા.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)