How to Become a Smart Person: દુનિયામાં દરેક વ્યક્તિ સ્માર્ટ હોતી નથી, પરંતુ દરેક વ્યક્તિ એવુ ઈચ્છે છ કે તે સ્માર્ટ બને, અને દરેક કોઈ તેના વખાણ કરે. જો આવુ થાય તો કેવુ સારુ થાય. આ વિચાર દરેકને આવે છે, પણ તેના માટે શું કરવુ તે તેમને સમજાતુ નથી. કેટલાક કહે છે કે, વધુ વાંચનારા લોકો વધુ સ્માર્ટ હોય છે. તો કેટલાક કહે છે કે ટેકનોસેવીલોકો સ્માર્ટ હોય છે. પરંતુ આ સત્ય નથી. આજે અમે તમને એ વિશેષતાઓ વિશે બતાવીશું જેનાથી વ્યક્તિ સ્માર્ટ બની શકે છે. આ વિશેષતા તમે પણ અપનાવી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મન-મગજ પર કાબૂ રાખવો
પર્સનાલિટી એક્સપર્ટના જણાવ્યા અનુસાર, જો તમે તમારા મન-મગજ પર કાબૂ રાખવામાં સફળ રહો છો તો તમે સ્માર્ટ બનવાના હકદાર છો. આવા અનેક લોકો છે જેઓ તકલીફ કે સમસ્યા આવવા પર પોતાની સાથે વાતચીત કરીને કે ઠંડા મગજથી વિચારને તેનુ સોલ્યુશન કાઢે છે. આ નિર્ણયોને લેવા માટે બીજા પર નિર્ભર રહેવાની જરૂર પડતી નથી.  


ખુદને વ્યસ્ત રાખનારા અને ખુશ રહેનારા
જો તમે મિત્રોની ભીડ વધારવા બદલ પોતાનામાં વ્યસ્ત રહો છો અને ખુશ રહેવામાં સફળ રહો છો તો તમે પણ સ્માર્ટ કહેવાના લાયક છો. આવા લોકો તકલીફ આવવા પર પોતાની સાથે વાત કરે છે, સોલ્યુશનના મુદ્દાઓ પર વિચાર કરે છે. નિર્ણય લેવા પર તેઓને બીજા પર નિર્ભર રહેવુ પડતુ નથી. 



શીખવાની ચાહત
એક્સપર્ટના અનુસાર, સ્માર્ટ વ્યક્તિ હંમેશા નવુ શીખવાની ચાહ રાખે છે. તેઓ ક્યારેય એવુ નથી કહેતા કે તેમને બધુ જ આવડે છે. તેઓ હંમેશા સતત નવુ શીખતા રહે છે. તેઓ તેના માટે સીનિયર-જુનિયર જેવુ કંઈ રાખતા નથી. તેમને જ્યાંથી જે પણ શીખવા મળે તે શીખતા રહે છે. તેઓ સમયની સાથે સતત અપડેટ રહેવાનો પ્રયાસ કરે છે.  


બીજાના વિચારોને સન્માન આપવું
જે લોકો બીજાના વિચારોને સન્માન આપે છે, એ વાતનો ક્યારેય ઈગો રાખતા નથી કે તેઓ જ સાચા છે અને બાકીના બધા ખોટા. તેઓ તમામનું સન્માન કરે છે. આવા લોકો સમાજમાં પોતાની એક સ્વચ્છ છબી બનાવે છે. અને લોકો આવા વ્યક્તિઓને પોતાની પાસે બેસાડવાનું પસંદ કરે છે.  


નવી ચીજોને જાણવાની ઈચ્છા
એક સ્ટડી અનુસાર, જે લોકો પ્રત્યેક નવી બાબત શીખવા માટે જિજ્ઞાસુ રહે છે. તેમનો આઈક્યુ લેવલ બીજાની સરખામણીમાં ઊંચો રહે છે. આવા લોકો તમામ વિષયો પર સારી રીતે જાણકારી ધરાવે છે. તેઓ પોતાના જ્ઞાનથી બીજાને યોગ્ય રીતે માર્ગદર્શન કરી શકે છે. તેમની નવી નવી જાણવાની ઈચ્છા તેમને બાકી લોકોથી આગળ કરે છે.