Viral Photo: ઘણીવાર સોશિયલ મીડિયા પર એવી પોસ્ટ શેર થાય છે જે આગની જેમ વાયરલ થવા લાગે છે. સાવ સામાન્ય વસ્તુ પણ સોશિયલ મીડિયા પર શેર થયા બાદ ચર્ચામાં આવી જાય છે. જો કે ઘણીવાર એવી તસવીરો શેર થાય છે જે લોકો માટે ઉખાણા સમાન બની જાય છે અને તેનો જવાબ આપવામાં ગામ ગાંડું થાય છે. સોશિયલ મીડિયા પર ઘણીવાર એવી વસ્તુ સામે આવે છે જેના વિશે લોકો જાણતા નથી હોતા. આવો જ એક ફોટો હાલ ચર્ચામાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


Sooji Storage Tips: આ 3 સરળ ટીપ્સ ફોલો કરી સોજી કરો સ્ટોર, મહિનાઓ સુધી રહેશે ફ્રેશ


Cleaning Tips: ચાની મદદથી 5 મિનિટમાં ચમકી જશે સોના-ચાંદીની જ્વેલરી, ટ્રાય કરજો એકવાર


Upper Lips: હોઠ ઉપરની સ્કીનની કાળાશ દુર કરશે આ ઘરગથ્થુ વસ્તુઓ, 7 દિવસમાં દેખાશે અસર


આ વખતે ટ્વીટર પર એક યુઝરે એક ફળનો ફોટો શેર કર્યો છે. આ ફોટો શેર કરનાર યુઝરે અન્ય યુઝરને પ્રશ્ન પુછ્યો છે કે આ ફળનું સાચું નામ કોઈને ખબર છે ? ત્યારબાદ આ ફોટો પર લોકો પોતાની પ્રતિક્રિયા આપવા લાગ્યા છે. લોકો આ ફળના અલગ અલગ નામ કોમેન્ટ કરી જણાવી રહ્યા છે. 



આ એક ફળ છે જે ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળે છે. ઘણા લોકો આ ફળ કયું છે તે જાણે પણ છે અને તેનો સ્વાદ માણ્યો પણ હોય છે. કેટલાક લોકોએ તેનો ઉપયોગ પણ કર્યો હશે. પરંતુ સોશિયલ મીડિયા પર આ ફોટો ભારે ચર્ચામાં છે. લોકો આ ફળના અલગ અલગ નામ જણાવી રહ્યા છે. તેના પર હજારો લોકો કોમેન્ટ કરી ચુક્યા છે. 


કેટલાક લોકોનું કહેવું છે કે આ ફળનું નામ ગોંદિયા ફળ છે. કેટલાક લોકોએ તેને ગુંદી, ગુંદા, પીલૂ, લેહસુસા, જલિયા જેવા નામ પણ આપ્યા છે. એક યુઝરનું કહેવું છે કે આ ફળ કાચા હોય ત્યારે તેની મદદથી પતંગ ચીપકાવવામાં આવે છે. તેના ગુંદરની મદદથી કાગળ ચીપકી શકે છે.