નવી દિલ્લીઃ આ ફોટોમાં તમે સોફા પર 6 છોકરીઓ બેઠેલી દેખાય છે. પરંતુ તમે જ્યારે પગ તરફ નજર કરો તો તમારું મગજ ચકરાવે ચડી જશે. ધ્યાનથી ફોટાના જોશો તો ખબર પડશે કે 6માંથી માત્ર 5 જ છોકરીઓના પગ દેખાય છે. ત્યારે સવાલ એ થાય છે કે એક છોકરીના પગ ક્યાં ગયા?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકો નથી ઉકેલી શકતે તસવીરની ગુથી-
હાલમાં સોશિયલ મીડિયામાં એક ફોટો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને લોકો વિચારમાં પડી જાય છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીર લોકોના મનમાં ઘર કરી ગઈ છે. તસવીરને સમજવા માટે લોકો અનેક તર્ક લગાવી રહ્યા છે. પરંતુ તસવીરમાં છુપાયેલું રહસ્ય શોધવામાં લોકોના પરસેવા છૂટી રહ્યા છે.


ફોટોના જોઈને લોકોના ઉડ્યા હોંશ-
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરથી લોકોના હોંશ ઉડી રહ્યા છે. ફોટામાં સોફા પર બેઠેલી 6 છોકરીઓ જોવા મળે છે. ત્યાં સુધી તો તમામને સમજાઈ જાય છે. પરંતુ જેવી જ નજર સોફા પર બેઠેલી છોકરીઓના પગ પર પડે છે સવાલ શરૂ થઈ જાય છે. 6 છોકરીઓ હોવા છતા પગની માત્ર 5 જોડી જ દેખાય છે. જેથી કઈ છોકરીના પગ ફોટામાં ગાયબ છે તે લોકો જાણી નથી શકતા.


ફોટાથી થઈ રહી છે મગજની પરીક્ષા-
આ ફોટાનું રહસ્ય ઉકેલવામાં સારા સારા લોકોની હોંશિયારી જવાબ આપી દે છે. આ તસવીર સોશિયલ મીડિયામાં અપલોડ થતાની સાથે જ વાયરલ થઈ ગઈ છે. કેટલાક લોકો આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે. તો કેટલાક લોકો કહી રહ્યા છે કે ફોટોશોપથી તસવીર એડિટ કરીને પગ ગાયબ કરવામાં આવ્યા છે. હાલ 6 બાળકીઓમાંથી એકનો પગ ક્યાં ગાયબ થઈ ગયો તે કોઈ સમજી શક્યું નથી.


તસવીરનું સાચું રહસ્ય આ છે-
તસવીર જોયા બાદ ઘણા યુઝર્સ સવાલ પૂછી રહ્યા છે કે શું એક છોકરી પગ વગરની હતી? તો આવો તમને સાચી હકીકત બતાવીએ. તમે તસવીરમાં જોઈ શકો છો કે સોફા પર 5 મહિલાઓ બેઠી છે જ્યારે એક મહિલા સોફાની જમણી બાજુ બેઠી છે. ચાર મહિલાઓ ક્રોસ પગે બેઠી છે. તસવીરમાં ડાબી બાજુથી ત્રીજા નંબર પર બેઠેલી મહિલાના પગ ગાયબ જોવા મળે છે. આ સમયે અમે તમને તસવીર દ્વારા જણાવી રહ્યા છીએ કે આ છોકરીના પગ ક્યાં છે.