Big Boss Contestent: સોનાલી ફોગાટના નિધનથી રાજનીતિ અને મનોરંજન ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે. સોનાલી ફોગાટ બિગ બોસ સીઝન 14 ની કન્ટેસ્ટેન્ટ રહી ચૂકી છે. ત્યારે હરિયાણા ભાજપના પણ નેતા હતા. જાણવા મળ્યું કે સોનાલીને અચાનક છાતીમાં દુખાવો થવા લાગ્યો જે બાદ તેમને ગોવાની નજીકના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદ તેમનું નિધન થયું. આજકાલ હાર્ટ એટેક થતા મોત ઝડપથી વધી રહ્યા છે. ત્યારે ઘણા ડોક્ટર પણ સારી લાઇફસ્ટાઈલ જીવવા માટે સલાહ આપે છે. આવો જાણીએ મહિલાઓએ પોતાની લાઈફસ્ટાઈલ કેવી રીતે સારી બનાવવી જોઇએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કારણોથી મહિલાઓને આવે છે હાર્ટ એટેક
આજકાલ મહિલાઓને પણ ઓફિસ જવું પડે છે, જેના કારણે દિવસભર સ્વસ્થ આહારની આપેક્ષા ઘટી જાય છે. ત્યારે નાની ઉંમરમાં જ મહિલાઓ પણ ડાયાબિટીઝ, થાઈરોડ, ડિપ્રેશન જેવી ગંભીર બિમારીઓની ઝપેટમાં આવી રહી છે. જેના કારણે મહિલાઓને પણ હાર્ટ એટેકનો ખતરો બન્યો રહે છે.


આ પણ વાંચો:- દરરોજ દહીં સાથે આ વસ્તુ ખાવાથી શરીર બને છે મજબૂત, આ સમસ્યાથી મળે છે છૂટકારો


આ ઉંમરમાં થયા છે વધારે ખતરો
મહિલાઓને વ્યસ્ત રહેવા છતા પણ યોગ, જીમ, સાયકલિંગ અને વોકિંગ જેવા વ્યાયામ કરવા પર ભાર મુકવો જોઇએ. કેમ કે, મહિલાઓ પણ હાર્ટની ગંભીર બીમારીનો શિકાર થઈ રહી છે. જોવામાં આવે તો 65 વર્ષની મહિલાઓમાં હાર્ટ એટેકનો ખતરો વધારે થયા છે.


આ પણ વાંચો:- શ્રીવલ્લીની Pushpa 2 નું શરૂ થઈ રહ્યું છે શૂટિંગ, જાણો ક્યારે રિલીઝ થશે અલ્લૂ અર્જૂનની ફિલ્મ


હાર્ટ એટેકના લક્ષણ
શ્વાસ લેવામાં મુશ્કેલી થવી.
બંને બાથમાં ભારે દુખાવાનો અનુભવ
વધારે પરસેવો થવો
ઓછું કામ કરવા પર શ્વાસ ફૂલવો અને થાક અનુભવ થવો
સીડી ચડવા પર શ્વાસ લેવામાં મુશ્કેલી
સવારે પથારીમાંથી ઉઠતા જ ચક્કર આવવા અને વચ્ચે-વચ્ચે ચક્કર આવવા.
ગળાથી લઇને પેટના ઉપરના ભાગમાં અગવડતા

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારીત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂરથી લો. ZEE ન્યુઝ તેની પુષ્ટી કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube