ઝી બ્યૂરો, અમદાવાદઃ કડકડતી ઠંડી પડવા લાગી છે. ત્યારે દરેક માનુનીઓને સવાલ થાય છે કે એવી તો કઈ એક્સસરીઝ પહેરે જેનાથી તેમને ઠંડી સામે રક્ષણ પણ મળી રહે અને તેઓ ફેશનેબલ પણ દેખાય. ત્યારે દરેક સિઝનની ખાસ એક્સસરીઝ છે જે ઋતુ મુજબ તમને સારો એવો લૂક આપી શકે છે. અમે તમને જણાવીશું એવી એક્સેસરિઝ વિશે જેને પહેરવાથી તમે ઠંડીમાં પણ લાગશો હોટ. જો તમે પણ આવી કડકડતી ઠંડીમાં સ્ટાઈલીશ દેખાવા માગો છો તો જરૂરથી વાંચો આ ફેશન ફંડા.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. પોમ બિની
શિયાળામાં ઠંડી હવાથી બચવા માટે પોમ બિની લોકો પહેરે છે. કડકડતી ઠંડીમાં પહેરેલું પોમ બિની એકદમ ફેન્સી અને સ્ટાઈલીશ લાગે છે. શિયાળામાં ઠંડી સામે રક્ષણ મેળવવા માટે આ ખાસ પ્રકારની ટોપી છે. જે પહેરવામાં ખૂબ જ સુંદર લાગે છે અને કોઈપણ કપડા સાથે સૂટ થાય છે. કેમ કે આ પોમ બિની કેપ પર ખાસ પ્રકારની ડિઝાઈન હોય છે જે જોરદાર લૂક આપે છે તમે ઠંડીમાં પહેરેલા કપડાની સાથે સાથે ડિઝાઈન મુજબની પોમ બિની પહેરો તો એકદમ હટકે લૂક આપે છે. જો કે બજારમાં મળતી પોમ બિની એટલી મોંઘી પણ નથી હોતી કે તેને ખરીદી ન શકાય. તમારા કપડા મુજબની પોમ બિનીનું કલેક્શન તમને સારો લૂક આપે છે.


Bye Bye 2020: નવા વર્ષથી થશે 10 મોટા ફેરફાર, જેની સીધી અસર તમારા જનજીવન પર પડશે
2. ડિઝાઈનર સોક્સ
શિયાળાની કડકડતી ઠંડીથી બચવા માટે સોક્સ પહેરવા જરૂરી બની જાય છે. ફેશન અનુસાર ઘણા કપડામાં સોક્સ સારા નથી લાગતા. ત્યારે મોટો પ્રશ્ન એ ઉભો થાય કે ઠંડીમાં સોક્સ પહેરીને પણ કઈ રીતે સ્ટાઈલીશ દેખાવું. તો આ પ્રશ્નનો પણ જવાબ છે. તમે ઠંડીથી બચવા અને આકર્ષક દેખાવવા માટે ડિઝાઈનર સોક્સ પહેરી શકો છો. કેમ કે, ડિઝાઈનર સોક્સની જોડી ખૂબ આકર્ષક અને યુનિક લાગે છે. આ સાથે શિયાળામાં ગરમ સોક્સથી ઠંડી પણ નથી લાગતી અને તમારા લૂક મુજબ તે સારા લાગે છે. હાલ તો બજારમાં અવનવા સોક્સ ઉપલ્બધ છે. ફેશન અનુસાર તમે આ સોક્સને ખરીદીને પહેરી શકો છો અને સુંદર લાગી શકો છો.


[[{"fid":"300487","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"2222.gif","field_file_image_title_text[und][0][value]":"2222.gif"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"2222.gif","field_file_image_title_text[und][0][value]":"2222.gif"}},"link_text":false,"attributes":{"alt":"2222.gif","title":"2222.gif","class":"media-element file-default","data-delta":"1"}}]]
3. ટચસ્ક્રીન ગ્લોવ્સ
હાડ થીજવતી ઠંડીથી બચવા માટે સ્વેટર, સોક્સ સાથે હેન્ડ ગ્લોવ્સ પણ એટલા જ જરૂરી છે. ત્યારે તમે શિયાળામાં ખાસ ટચસ્ક્રીન ગ્લોવ્સનો ઉપયોગ કરી શકો છો. આ ગ્લોવ્ઝ તમારા કપડા સાથે સ્ટાઈલીશ પણ લાગે છે લૂક પણ સારો લાગે છે સાથે એટલા જ આરામદાયક હોય છે. કેમ કે નોર્મલ ગ્લોવ્સ પહેરવાથી ઘણી વખત તમને મોબાઈલ વાપરવામાં કે પછી અન્ય કામ કરવામાં મુશ્કેલી પડે છે. આ સમસ્યા સામે ટચસ્ક્રીન ગ્લોવ્સ ઉપલબ્ધ છે. જે પહેરીને ફોનના ટચસ્ક્રીનને ઓપરેટ કરવાનું આસાન રહે છે. આ ટચસ્ક્રીન ગ્લોવ્સ અનેક રંગો અને ડિઝાઇનમાં મળે છે. જેને  પહેરીને આરામથી ટચસ્ક્રીન ઓપરેટ કરી શકાય છે.

4. ઓવરસાઈઝ સ્કાર્ફ
શિયાળામાં ઓવરસાઈઝ સ્કાર્ફ આપણેને લગજ લૂક આપે છે. બજારમાં અનેક ડિઝાઈન અને કલરના ઓવરસાઈઝ સ્કાર્ફ મળે છે. જેને કોઈપણ આઉટફીડ પર પહેરી શકાય છે. સ્કાર્ફ પહેરવાથી એકમ લૂક બદલાઈ જાય છે અને સાથે સ્ટાઈલીશ પણ દેખાઈ છે.

5. જેકેટ્સ કે સ્વેટર
કડકડતી ઠંડીમાં બચવા માટે સ્વેટર્સ કે જેકેટ પહેરવું જ પડે છે ત્યારે ઘણા બધા આઉટફીટ એવા હોય છે કે તેના પર સ્વેટર્સ સારા નથી લાગતા. ત્યારે સૌથી પહેલા તો તમારે તમારા આઉટવેર મુજબ સ્વેટર પહેરવાનું શરૂ કરવું પડશે. કલર કોમ્બિનેશનથી લઈને ડિઝાઈનને ધ્યાને રાખીને આઉટફીટ પર સારા લાગે તેવા સ્વેટર્સની પસંદગી કરવી પડશે. જેનાથી ફેશન ફંડા જળવાશે અને ઠંડી સામે પણ રક્ષણ મળશે.