Weight Loss: વજન વધી તો ઝડપથી જાય છે પરંતુ તેને ઘટાડવું મુશ્કેલ કામ છે. ખાસ કરીને જો કમરની આસપાસ ચરબીના થર જામી ગયા હોય તો તેને ઉતારવા માટે તમારે કેટલીક વસ્તુઓનું સેવન કરવાનું છોડવું પડશે. બેલીફેટ ઘટાડવું મુશ્કેલ કામ છે પરંતુ અશક્ય નથી. જો તમે પોતાની ડાયટમાંથી ત્રણ સફેદ વસ્તુઓની બાદબાકી કરી શકો છો તો બેલીફેટ ઝડપથી ઉતારી શકો છો. તો આજે તમને જણાવીએ કે વજન ઘટાડવું હોય તો તમારે કઈ ત્રણ સફેદ વસ્તુઓને અલવિદા કહી દેવું પડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


તમને પણ દહીંમાં ખાંડ ઉમેરીને ખાવાની આદત છે ? તો આ બીમારી થાય તે પહેલા છોડી દો આદત


ડાયાબિટીસના દર્દી માટે ઘઉંના લોટની રોટલી છે ઝેર સમાન, ખાવી જોઈએ આ લોટની રોટલી


ચામાં sugar ને બદલે ઉમેરો આ વસ્તુ, સ્વાસ્થ્યને નહીં થાય નુકસાન
 


ખાંડ


જો તમે વજન ઘટાડવાનું નક્કી જ કરી લીધું છે તો સૌથી પહેલા પોતાના ડાયટમાંથી ખાંડની બાદબાકી કરો. ખાંડનું વધારે પડતું સેવન કરવાથી હૃદય સંબંધિત બીમારી થવાનું જોખમ વધે છે આ ઉપરાંત શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ પણ વધી જાય છે. સાથે જ ડાયાબિટીસ થવાનું જોખમ પણ વધી જાય છે. સફેદ ખાનનું સેવન કરવાથી વજન પણ ઝડપથી ઉતરતું નથી. ભોજનમાં મીઠાશ માટે તમે બ્રાઉન સુગર અથવા તો ગોળનો ઉપયોગ કરી શકો છો 


બ્રેડ


જો તમારે વજન ઘટાડવું છે તો સૌથી પહેલા મેંદાની બ્રેડ ખાવાનું છોડી દો. આ બ્રેડ ખાવાથી વજન ઝડપથી વધે છે. જો તમને ચા સાથે બ્રેડ ખાવાની આદત છે તો આ આદતને તુરંત બદલો આ અદલ બદલશો નહીં તો તમારું વજન ઘટશે નહીં. 


ચોખા


ખાનની જેમ ચોખા પણ રિફાઇન્ડ ફૂડની કેટેગરીમાં આવે છે. ઘણા લોકો એવા હોય છે જેવો ચોખાનો ઉપયોગ ભોજનમાં રોજ કરે છે. પરંતુ તેનાથી કેલરી અને કાબ્સ વધે છે. જેના કારણે વજન સરળતાથી ઘટતું નથી.