Weight Loss Diet: વધેલા વજનની ચિંતા કરવાનું છોડી ફોલો કરો આ ડાયટ પ્લાન, મોટું પેટ થઈ જશે ગાયબ
Weight Loss Diet: એકવાર વજન વધી જાય તો પછી તેને કંટ્રોલમાં કરવું મુશ્કેલ થઈ જાય છે. પરંતુ મુશ્કેલ હોવા છતાં આ કામ કરવું જરૂરી છે. જો તમે વજનને કંટ્રોલ નહીં કરો તો વધારે વજનના કારણે સ્વાસ્થ્યને પણ અસર થવા લાગે છે. વધેલું વજન જો ઘટાડવું મુશ્કેલ લાગતું હોય તો આજે તમને જણાવીએ કે કેવી રીતે તમે હેલ્થી ડાયટ ફોલો કરીને તમારું વજન ઘટાડી શકો છો.
Weight Loss Diet: આજના સમયમાં તમે દર બીજે વ્યક્તિ પાસેથી વધેલા વજનની ફરિયાદ સાંભળશો. લોકોને બેઠાડું જીવન શૈલીના કારણે વજન ઝડપથી વધવા લાગે છે. એકવાર વજન વધી જાય તો પછી તેને કંટ્રોલમાં કરવું મુશ્કેલ થઈ જાય છે. પરંતુ મુશ્કેલ હોવા છતાં આ કામ કરવું જરૂરી છે. જો તમે વજનને કંટ્રોલ નહીં કરો તો વધારે વજનના કારણે સ્વાસ્થ્યને પણ અસર થવા લાગે છે. વધેલું વજન જો ઘટાડવું મુશ્કેલ લાગતું હોય તો આજે તમને જણાવીએ કે કેવી રીતે તમે હેલ્થી ડાયટ ફોલો કરીને તમારું વજન ઘટાડી શકો છો. જો તમે આ ડાયટ પ્લાન ફોલો કરશો તો થોડા સમયમાં વધેલું પેટ ગાયબ થઈ જશે.
વજન ઘટાડવા માટેનો ડાયટ પ્લાન
આ પણ વાંચો:
50 વર્ષે પણ શરીરમાં ઘોડા જેવી સ્ફુર્તિ જાળવવી હોય તો આ 5 વસ્તુઓનું શરુ કરો સેવન
પોષકતત્વોથી ભરપુર હોવા છતાં આ લોકોએ ન ખાવા જોઈએ મખાના, ખાવાથી તબીયત થશે ખરાબ
રાતો રાત દૂર થઈ જશે ગોઠણનો દુખાવો, અપનાવો દાદી નાનીના સમયનો આ દેશી ઈલાજ
સવારનો નાસ્તો
વજન કંટ્રોલમાં રાખવું હોય તો સવારે નાસ્તો કરવો જરૂરી છે. સવારના નાસ્તામાં હેવી વસ્તુ ખાવાને બદલે હળવી વસ્તુ ખાવાનું રાખવું. સવારે તમે રવાનો ઢોસો ખાઈ શકો છો. તેના માટે એક વાટકી રવામાં એક વાટકી ખાટું દહીં ઉમેરીને થોડીવાર પલળવા દો. ત્યાર પછી તેમાં જરૂર અનુસાર પાણી ઉમેરી બેટર તૈયાર કરો. હવે આ બેટરમાંથી ઢોસો ઉતારી અને નાસ્તામાં તેનો ઉપયોગ કરો.
બપોરનું ભોજન
વજન ઘટાડવા માટે બપોરના ભોજનમાં તમે અજમાના પરોઠા લઈ શકો છો. તેના માટે એક વાટકી ચણાના લોટમાં અડધી વાટકી ઘઉંનો લોટ એક ચપટી નમક અને એક નાની ચમચી અજમા ઉમેરી પરોઠાનો લોટ તૈયાર કરો. હવે તેમાંથી પરોઠા બનાવી અને તેને શાક સાથે બપોરના જમવામાં લેવા.
ડિનર
રાત્રે જમવામાં મલ્ટીગ્રેન બ્રેડમાંથી સેન્ડવીચ બનાવીને ખાઈ શકો છો. તેના માટે બ્રેડની બે સ્લાઈસને શેકી લો. તેના ઉપર એવોકાડોનો પલ્પ અને હંગ કર્ડ લગાડો. તેની ઉપર સ્વાદ અનુસાર મીઠું અને મરીનો પાવડર ઉમેરો. આ સેન્ડવીચ માં પનીર ટામેટા, શિમલા મિર્ચ જેવી વસ્તુઓ પણ ઉમેરી શકાય છે. આ રીતે બનાવેલી એક સેન્ડવીચ ડિનરમાં ખાવી.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)